• આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
  • મેચ પહેલાં કેએલ રાહુલે પત્રકાર પરિષદને કર્યું સંબોધન

આવતીકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપની 29મી મેચ રમવામાં આવશે. આ મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે લખનઉમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, આવતીકાલની મેચ માટે ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ છે.

ઈંગ્લેન્ડની ટીમ પર આપ્યું નિવેદન

[[$googlead]]

કેએલ રાહુલે પત્રકાર પરિષદમાં ઈંગ્લેન્ડની ટીમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણે કોઈ પણ ટીમને નબળી કહી શકીએ નહીં. અમે કોઈ પણ પ્રતિદ્વંદી ટીમ અંગે એવું વિચારતા નથી. દરેક ટીમ પોતાને પ્રબળ દાવેદાર ગણીને જ શરૂઆત કરે છે.

[[$alsoread]]

રોહિત અને વિરાટના ફોર્મ પર આપ્યું નિવેદન

કેએલ રાહુલે પત્રકાર પરિષદમાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના પ્રદર્શન પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ સારી વાત છે કે, સીનિયર ખેલાડીઓ રન બનાવી રહ્યા છે. દરેક ખેલાડી પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ઘણા સમયથી સોશિયલ મીડિયા પર નથી.

રાહુલે પોતાની ઈજા પર આપ્યું નિવેદન

લખનઉમાં કેએલ રાહુલે પોતાની ઈજા પર નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું કે, ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં વાપસી કરવા માટે ખુબ ધૈર્ય રાખવું જરૂરી છે. આ એક દર્દનાક સમય છે. અત્યારે હું સુઃખદ યાદો બનાવવા માંગુ છું.

  • Follow us on: