• મયંક અગ્રવાલે પંત સાથે જોડાયેલ મિસ્ટ્રી સોલ્વ કરી દીધી છે
  • મયંકે થોડા વર્ષો જૂની તસવીર શેર કરી મજેદાર વાત
  • ફેન્સે મયંકની તસવીર પર આપી દિલસ્ચપ પ્રતિક્રિયા

મયંક અગ્રવાલે એક તસવીર શેર કરી છે. જેના પરથી જાણી શકાય છે કે, વર્ષો જૂની દુશ્મનાવટ ખત્મ થઈ ગઈ હોય. તેમજ આ તસવીર જોઈને એવું પણ લાગી રહ્યું છે કે ઋષભ પંત સાથે જોડાયેલ મિસ્ટ્રી પણ સોલ્વ થઈ ગઈ હોય. જાણો શું છે સમગ્ર મામલો.

રિષભ પંતના ખભા પર કોનો હાથ છે?

ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલે એક ખાસ તસવીરને લઈને વર્ષો જૂની મિસ્ટ્રી ઉકેલી દીધી છે. મયંકે થોડા વર્ષો જુની તસવીર વિશે વાત કરી. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને મયંક અગ્રવાલ પોતે તસવીરમાં દેખાય છે. તસવીરમાં જસપ્રીત બુમરાહ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ખભા પર હાથ મૂકતા જોવા મળે છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે રિષભ પંતના ખભા પર કોનો હાથ છે.

હવે મયંકે તસવીરનું રહસ્ય ઉકેલતા કહ્યું કે તેનો હાથ પંતના ખભા પર છે. તસવીર ટ્વિટ કરીને મયંક અગ્રવાલે લખ્યું, "વિસ્તૃત સંશોધન, ચર્ચા અને અસંખ્ય કોન્સપીરન્સી થીયરી પછી, આખરે દેશને જણાવી દઈએ કે ઋષભ પંતના ખભા પર આ મારો હાથ છે." "અને અન્ય તમામ દાવાઓ મિસલીડીંગ કરે છે અને તે સાચા નથી," 

મયંક ઘણા સમયથી ટીમથી દૂર છે

તમને જણાવી દઈએ કે મયંક અગ્રવાલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. મયંક મુખ્યત્વે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમે છે. તેમણે તેમની છેલ્લી ટેસ્ટ માર્ચ 2022માં શ્રીલંકા સામે રમી હતી. તેમણે ભારત માટે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ અને 5 વનડે રમી છે. ટેસ્ટની 36 ઇનિંગ્સમાં તેમણે 41.33ની એવરેજથી 1488 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 6 ફિફ્ટી સામેલ છે. ટેસ્ટમાં મયંકનો હાઈ સ્કોર 243 રન છે. તેણે ODIની 5 ઇનિંગ્સમાં 86 રન બનાવ્યા હતા.

ફેન્સે આપી રસપ્રદ પ્રતિક્રિયાઓ

મયંકની આ રહસ્ય ઉકેલતી તસવીર પર ફેન્સે ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, "તમારા હાથ કાનૂન કરતા લાંબા છે!!" અન્ય એક યુઝરે લખ્યું, "ભાઈ શું તમે કાનૂન છો?" અન્ય યુઝરે લખ્યું કે, આખરે રહસ્ય ઉકેલાઈ ગયું છે. આ સિવાય ઘણા યુઝર્સે તસવીરો દ્વારા રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. અહીં પ્રતિક્રિયા જુઓ...


  • Follow us on: