• મેસ્સી વર્લ્ડ કપના દરેક નોકઆઉટ સ્ટેજમાં સ્કોર કરનાર પહેલો ખેલાડી

  • પેનલ્ટી પર લિયોનેલ મેસ્સીએ સરળતાથી ગોળ ફટકાર્યો, પછી બીજો ગોલ પણ કર્યો
  • સેકન્ડ હાફમાં ફ્રાન્શના એમબાપે એકલે હાથે બે ગોળ કરી, એક્સ્ટ્રા ટાઇમમાં ત્રીજો ગોલ કર્યો

ફિફા વિશ્વકપ 2022 આર્જેન્ટીનાએ 36 વર્ષ બાદ 4-2થી જીતી લીધો છે આ સાથે આર્જેન્ટીના ત્રીજીવાર વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ફીફા વિશ્વ કપ 2022ની ફાઈનલનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ મારફત કરાયો હતો નિયત સમય અને 30 મિનીટના એક્સ્ટ્રા ટાઇમ બાદ બન્ને ટીમ 3-3થી સમકક્ષ રહેતા પેનલ્ટી શૂટઆઉટ મારફત ફેસલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ફાઈનલમાં ફ્રાન્સના એમબાપેએ હેટ્રિક ગોલ ફટકારી ઈતિહાસ સર્જી દીધો હતો તો સામે મેસ્સીએ બે ગોલ કાર્ય હતા મેસ્સી અને એમબાપે વચ્ચેની સીધી સ્પર્ધા સમાન બની ગયેલી ફાઈનલમાં સેકંડ એક્સ્ટ્રા હાફમાં 108મી મીનીટે મેસ્સીનો મેજિક ચાલ્યો હતો અને વીજળી વેગે ગોલ ફટકાર્યો હતો તે સાથે સ્કોર 3-2 થઇ ગયો હતો જો કે આર્જેન્ટીનાની ખુશી લાંબો સમય તકી ન હતી એમબાપેએ 118મી મીનીટે પોતાનો અને દેશનો ત્રીજો ગોલ ફટકારી દીધો હતો અને સ્કોર 3-3થી લેવલ પર લાવી દીધો હતો આ અગાઉ ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચેની ફાઈનલ મેચ ભરપૂર રસાકસી સાથે નિયત સમયમાં 2-2થી સમકક્ષ રહ્યા બાદ એક્સ્ટ્રા ટાઇમમાં પ્રવેશી હતી 15-15 મીનીટના બે હાફ આપવામાં આવ્યા હતા જો કે પ્રથમ હાફમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી આ અગાઉ મેચના પહેલા હાફમાં જ આર્જેન્ટીનાની ટીમે બે ગોલ ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા જયારે બીજા હાફમાં એમબાપેએ બે મીનીટમાં બે ગોલ કર્યા હતા એમબાપે 80મી મીનીટે પેનલ્ટી પર ટીમ માટે પ્રથમ ગોલ ફટકાર્યો હતો અને પછી એક મીનીટમાં જ બીજો ગોલ ફટકારી સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલા આર્જેન્ટીનાના સુકાની લીયોનેલ મેસ્સી પર બધાની નજર હતી મેસ્સીએ પણ પોતાના પ્રશંસકોને નિરાશ નહોતા કાર્ય અને તેને પેનલ્ટી પર પહેલો ગોલ ફટકાર્યો હતો.

ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાને રૂ.347 કરોડ ઇનામ પેટે મળ્યા

વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ જીતવાની સાથે સાથે કરોડો રૂપિયા પણ પોતાની સાથે લઈ ગઈ હતી. ફીફ વર્લ્ડ કપની પ્રાઈઝ મની સૌથી વધુ છે અને ન માત્ર વિજેતા ટીમ પરંતુ ઉપ-વિજેતા ટીમ પણ માલામાલ થઈ જશે.

દરેક ટીમના ખાતામાં આટલા પૈસા આવશે

વિજેતા ટીમ (આર્જેન્ટીના) : 347 કરોડ રૂપિયા

ઉપવિજેતા ટીમ (ફ્રાન્સ) : 248 કરોડ રૂપિયા

ત્રીજા નંબરે રહેલી ટીમ (ક્રોએશિયા): 223 કરોડ રૂપિયા

ચોથા નંબર રહેલી ટીમ (મોરક્કો): 206 કરોડ રૂપિયા



નોકઆઉટમાં પહોંચનારી ટીમ પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમને પણ ફીફા દ્વારા કેટલીક રકમ આપવામાં આવે છે. કઈ ટીમને કેટલી રકમ મળે છે, તે જાણીએ.

  • વર્લ્ડ કપમાં સામેલ થનારી એક એક ટીમને 9-9 મિલિયન ડોલર
  • પ્રી-ક્વાર્ટર ફઈનલમાં પહોંચનારી ટીમને 13 મિલિયન ડોલર
  • ક્વાર્ટર ફઈનલમાં હારનારી ટીમના ખાતામાં 17 મિલિયન ડોલર

ફીફા દ્વારા વર્લ્ડ કપ દરમિયાન કુલ 3,641 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, જે અલગ-અલગ ટીમને પ્રાઈઝ મની તરીકે મળે છે. જેમાં દરેક ટીમને ભાગ લેવા માટેની ફી, મેચ જીતવા પર મળતી રકમ, ગોલની ફી ઉપરાંત વિજેતા, ઉપવિજેતા, નોકઆઉટ મેચમાં પહોંચનારી ટીમની રકમ સામેલ હોય છે.


  • Follow us on: