- મેસ્સીને જુસ્સો આપવા માટે પત્ની એન્ટોનેલા સતત હાજર રહી
- મેસ્સીને આખરે ફિફા વિશ્વ કપ જીતવાનું સપનું સાકાર થયું છે
- એન્ટોનેલા કેટલીક ફિટનેસ બ્રાન્ડ્ઝ માટે પણ કામ કરી ચૂકી છે.
આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીનું વર્ષો જૂનું સ્વપ્ન આખરે પૂર્ણ થયું છે. મેસ્સીને આખરે ફિફા વિશ્વ કપ જીતવાનું સપનું સાકાર થયું છે અને તેને ફિફા વિશ્વ કપ ઉઠાવવાની તક પ્રાપ્ત થઈ ગઈ. મેસ્સીનો આ આખરી ફિફા વિશ્વ કપ હતો અને તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેની સર્વોત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મેસ્સી માટે તેની પત્ની એન્ટોનેલા રોકુજો હંમેશાંથી તેના માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ રહી છે. ફિફા વિશ્વ કપ દરમિયાન આર્જેન્ટિનાની મેચ સમયે એન્ટોનેલા સ્ટેડિયમમાં હાજર રહી હતી અને મેસ્સીને ચિયર-અપ કર્યો હતો. વિશ્વ કપ જીતી લીધા બાદ મેસ્સીએ પોતાના પરિવાર સાથે પણ વિશ્વ કપ જીતની ઉમળકાભેર ઉજવણી કરી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન એન્ટોનેલાએ મેસ્સીને જોરદાર સપોર્ટ કર્યો હતો.
એન્ટોનેલાની નેટવર્થ રૂ.165 કરોડ










