- એરોહેડ સ્ટેડિયમમાં મેચ જોવા માટે 72,610 પ્રશંસકો હાજર રહ્યા હતા
- મિયામીએ સ્પોર્ટિંગ કેન્સાસ સિટીને 3-2થી પરાજય આપીને આગેકૂચ કરી
- મેચમાં લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યુ
એરોહેડ સ્ટેડિયમમાં 72,610 ખેલપ્રેમીઓની હાજરીમાં રમાયેલી મેચમાં ઇન્ટર મિયામીએ સ્પોર્ટિંગ કેન્સાસ સિટીને 3-2થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. મેચમાં લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. સ્પોર્ટિંગ કેન્સાસ સિટીના સામાન્ય હોમ સ્ટેડિયમના સ્થાને મેચને એરોહેડ સ્ટેડિયમમાં ખસેડવામાં આવી હતી અને ઇન્ટર મિયામીની જીતમાં મેસ્સીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફૂટબોલ જગતમાં આદરપૂર્ણ સ્થાન ધરાવનારા મેસ્સીએ મેચમાં પોતાની શ્રોષ્ઠ રમતનું પ્રદર્શન કરતા એક ગોલ કર્યો હતો અને એક ગોલમાં સહાયતા કરી હતી અને પોતાના પ્રદર્શનથી સ્ટેડિયમમાં હાજર હજારો પ્રશંસકોને ખુશ કરી દીધા હતા. મેચની 51મી મિનિટમાં મેસ્સીએ લાંબા અંતરથી શક્તિશાળી કિક વડે ગોલ કર્યો હતો, અને પોતાની ટીમને 2-1થી લીડ અપાવી હતી, જોકે તેના તરત જ બાદ સ્પોર્ટિંગ કેન્સાસ સિટીએ પણ વળતો ગોલ કર્યો હતો એરિક થોમીએ મેચની 58મી મિનિટમાં પોતાનો બીજો ગોલ ફટકાર્યો હતો અને સ્કોર સરભર કરી દીધો હતો. જોકે, મેચની નિર્ણાયક પળ 71મી મિનિટમાં આવી હતી જ્યારે સ્પોર્ટિંગની એક ભૂલને કારણે ઇન્ટર મિયામીના ડિયાગો ગોમેઝને ગોલ ફટકારવાની તક મળી હતી અને આમ ઇન્ટર મિયામીએ સ્કોર 3-2 પર પહોંચાડી જીત મેળવી હતી.
રિયલ મેડ્રિડે મેલ્લોરકાને 1-0થી પરાજય આપી આગેકૂચ કરી










