- મિચેલ માર્શની મુશ્કેલીમાં વધારો
- વર્લ્ડકપ ટ્રોફી પર પગ રાખવા પર થઈ FIR
- મિચેલ માર્શના ઈન્ડિયામાં રમવા પર પ્રતિબંધ કરવાની કરી માગ
ઓસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટોમાં માર્શ વર્લ્ડકપ ટ્રોફી ઉપર પગ રાખીને બેઠો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયન ખેલાડીની ખુબ ટિકા થઈ હતી, ત્યારે હવે તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે. આ કેસ RTI એક્ટિવિસ્ટે કર્યો છે.
માર્શ વિરુદ્ધ કોણે કર્યો કેસ?
ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ ભારતીય ફેન્સ ખુબ દુઃખી હતા. આ દરમિયાન મિચેલ માર્શની આ હરકતે તમામને ગુસ્સો અપાવ્યો છે. આ નારાજગીને લઈ અલીગઢ યુપીના રહેનારા એક એક્ટિવિસ્ટ પંડિત કેશવે માર્શ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આટલું જ નહીં, તેમણે આ ફરિયાદની કોપિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મોકલી છે. તેમણે પ્રધાનમંત્રી પાસે માર્શના ભારતમાં રમવા પર પ્રતિબંધની માંગ કરી છે.
માર્શે ન કર્યું રિએક્ટ
સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થયા છે કે, માર્શ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે મિચેલ માર્શ આ બાબતો કોઈ રિએક્શન આપ્યું નથી. સાથે ICC અથવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી પણ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
શમીએ કરી ટિકા
ભારતીય પેસર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ માર્શના વર્લ્ડકપ ટ્રોફી પર પગ રાખવાની ઘટનાની ખુબ ટિકા કરી છે. શમીએ કહ્યું કે, જે ટ્રોફી જીતવા માટે દુનિયાની તમામ ટીમ એક-બીજા સાથે લડે છે, તે ટ્રોફીને પગ નીચે રાખવી એ સારૂં નથી. શમીએ આગળ કહ્યું કે, આ ટ્રોફીને સમગ્ર દુનિયા ઉપર ઉઠાવવા માંગે છે. આ ફોટોને જોઈને ખુબ દુઃખ થયું છે.