• ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક વિકેટના મામલે ચોથા ક્રમે પહોંચ્યો

  • સ્ટાર્કે 59 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી
  • ઓસ્ટ્રેલિયા તરફથી 89 ટેસ્ટની 169 ઇનિંગ્સમાં 357 વિકેટ ઝડપી

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કિવિ ટીમના ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન પેસ બોલર મિચેલ સ્ટાર્કે ડેનિલ લિલીના 40 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. તે હવે ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ ઝડપવાના મામલે ચોથા ક્રમે પહોંચી ગયો છે. સ્ટાર્કે 59 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 89 ટેસ્ટની 169 ઇનિંગ્સમાં 357 વિકેટ ઝડપી હતી. ડેનિલ લિલીએ 70 ટેસ્ટની 132 ઇનિંગ્સમાં 355 વિકેટ પોતાના નામે કરી હતી. લિલીએ ઓસ્ટ્રેલિયન ટીમ માટે છેલ્લી ટેસ્ટ 1984માં રમી હતી અને તેનું બેસ્ટ પ્રદર્શન 83 રનમાં સાત વિકેટનું પણ રહ્યું હતું. ટેસ્ટમાં લિલીએ 23 વખત ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટાર્કનું બેસ્ટ પ્રદર્શન 50 રનમાં છ વિકેટનું રહ્યું છે. સ્ટાર્કે કારકિર્દીમાં 20 વખત ફોર વિકેટ હોલ તથા 12 વખત પાંચ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટમાં સર્વાધિક વિકેટ શેન વોર્નના (708) નામે છે.


  • Follow us on: