ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરૂદ્દીન મંગળવારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. મળતી માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસમાં અઝહરૂદ્દીનની પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું.


ED ઓફિસ પહોંચ્યા અઝહરૂદ્દીન

અઝહરૂદ્દીન સવારે લગભગ 11 વાગે હૈદરાબાદના ફતેહ મેદાન રોડ પર આવેલી ED ઓફિસ પહોંચ્યો હતો. તેમની લીગલ ટીમ પણ તેમની સાથે હતી. 61 વર્ષીય ભૂતપૂર્વ સાંસદને શરૂઆતમાં 3 ઓક્ટોબરે એજન્સી સમક્ષ તેની ઓફિસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે નવી તારીખ માંગી હતી અને તેથી તેમને 8 ઓક્ટોબરે બોલાવવામાં આવ્યા હતા. આ તપાસ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં કથિત નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જેમાં EDએ ગયા વર્ષે નવેમ્બરમાં સર્ચ હાથ ધર્યું હતું.

HCAના તેમના કાર્યકાળ દરમિયાન નાણાકિય અનિયમિતતાના આરોપ

સૂત્રોએ જણાવ્યું હતું કે HCA પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન અઝહરૂદ્દીનની ભૂમિકા એજન્સીના રડાર હેઠળ છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અસફળ લડી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. ગયા વર્ષે તેલંગાણા પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યા બાદ, તેણે કહ્યું હતું કે તેના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા અને કાવતરાનો ભાગ છે. તે માત્ર તેના હરીફો દ્વારા તેની પ્રતિષ્ઠાને બગાડવાનો એક સ્ટંટ હતો.

નાણાની લેવડ-દેવડનો કોઈ હિસાબ નહોતો ..!

મની લોન્ડરિંગ કેસ તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા HCAના રૂ. 20 કરોડના કથિત ગુનાહિત ગેરઉપયોગના સંબંધમાં દાખલ કરાયેલી ત્રણ FIR અને ચાર્જશીટથી સંબંધિત છે. ઇડીએ કહ્યું હતું કે ગયા વર્ષે પાડવામાં આવેલા દરોડામાં ડિજિટલ ઉપકરણો, 'ગુનાહિત' દસ્તાવેજો અને 10.39 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા નાણાની લેવડ-દેવડનો કોઈ હિસાબ નહોતો. અઝહરુદ્દીને 2009માં ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા સીટ પરથી જીતીને પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેઓ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના કાર્યકારી અધ્યક્ષ પણ છે.

અઝહરૂદ્દીનની કારકિર્દી

અઝહરુદ્દીને ભારત માટે 99 ટેસ્ટ અને 334 વનડે રમ્યા છે. તેણે ટેસ્ટમાં 45.04ની એવરેજથી 6215 રન અને વનડેમાં 36.92ની એવરેજથી 9378 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 22 સદી અને 21 અડધી સદી ફટકારી હતી જ્યારે વનડેમાં તેણે સાત સદી અને 58 અડધી સદી ફટકારી હતી. આ સિવાય અઝહરુદ્દીને વનડેમાં પણ 12 વિકેટ ઝડપી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ટેસ્ટમાં 199 રન અને વનડેમાં 153 રન છે. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999માં ત્રણ વનડે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી છે.

2000માં લાગ્યો હતો મેચ ફિક્સિંગનો આરોપ

વર્ષ 2000માં અઝહરૂદ્દીન પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારપછી સાઉથ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેએ મેચ ફિક્સિંગ અંગેના પોતાના કબૂલાતમાં સંકેત આપ્યો હતો કે અઝહરુદ્દીને તેને કેટલાક બુકીઓ સાથે પરિચય કરાવ્યો હતો. ભારતની પ્રીમિયર તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, વિશ્વ ક્રિકેટની સ્થિતિ પર એક નિરાશાજનક અહેવાલની તપાસ કરી અને પ્રકાશિત કર્યો જેમાં અગ્રણી ભારતીય ક્રિકેટરોના નામ સામેલ હતા. આમાં અઝહરનું નામ ટોચ પર હતું. નિર્દોષતાની અરજી કરવા છતાં, BCCIએ 2000 માં તેના પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ 19 ફેબ્રુઆરી 2009ના રોજ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને તેમની રાજકીય સફર શરૂ કરી.

  • Follow us on: