- વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો
- શર્માએ શમીને નવમી ઓવરમાં બોલિંગ આપી હતી
- શમીએ કિવી ઓપનર વિલ યંગને ક્લીન બોલ્ડ કરી દીધો હતો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયા આજે બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઇજાગ્રસ્ત થવાને કારણે ફેરફાર કરવાની ફરજ પડી હતી. ટીમ સંયોજનને ઠીક કરવા માટે શાર્દૂલ ઠાકુરને બહાર કરાયો હતો અને ટીમમાં મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સમાવાયા હતા. શમીએ મેચમાં પોતાના પહેલા બોલમાં જ વિકેટ ઝડપી હતી. સુકાની શર્માએ શમીને નવમી ઓવરમાં બોલિંગ આપી હતી. તેણે પોતાના પહેલા બોલ પર જ વિકેટ ઝડપી હતી. શમીએ કિવી ઓપનર વિલ યંગને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. યંગ 17 રને આઉટ થયો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં શમીની આ 32મી વિકેટ હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. તેણે કુંબલેને પાછળ રાખી દીધો છે.
શમી પહેલી ચાર મેચમાં નહોતો રમ્યો










