• વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ રમાશે
  • મોહમ્મદ સિરાજને વનડે સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો
  • ODI સીરિઝમાં સિરાજ ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર હતો

મોહમ્મદ સિરાજ ટેસ્ટ ટીમના મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત અને નવદીપ સૈની સાથે ભારત પરત ફર્યા છે. આ ખેલાડીઓ વનડે સારિઝમાં ટીમમાં સામેલ નથી. જાણો શું છે કારણ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ રમાશે. આ સિરીઝની શરૂઆત પહેલા ભારતીય કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર મોહમ્મદ સિરાજને વનડે સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે ટેસ્ટ ટીમના મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત અને નવદીપ સૈની સાથે સ્વદેશ પરત ફર્યો છે.

સિરાજ ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર હતો

માહિતી અનુસાર, મોહમ્મદ સિરાજને વર્કલોડના કારણે ODI સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. તે ભારત પરત ફર્યો છે. ODI સીરિઝમાં સિરાજ ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર હતો, પરંતુ આગામી એશિયા કપ અને 2023 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર, મોહમ્મદ સિરાજ ટેસ્ટ ટીમના મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત અને નવદીપ સૈની સાથે ભારત પરત ફર્યા છે. જો કે તમને જણાવી દઈએ કે વનડે સીરિઝ બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં પાંચ મેચની ટી20 સીરીઝ પણ રમવાની છે, પરંતુ સિરાજ ટી20 ટીમનો હિસ્સો નથી. આ કારણે તે ભારત પરત ફર્યો છે.

મુકેશ કુમારના ડેબ્યૂની શક્યતાઓ વધી

ટીમ ઈન્ડિયા પાસે હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝ માટે ફાસ્ટ બોલર તરીકે મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને ઉમરાન મલિક છે. મતલબ કે હવે આ ચારમાંથી ત્રણ ઝડપી બોલરોને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાનું નિશ્ચિત છે. સિરાજના ભારત પરત આવવાથી મુકેશ કુમારના ડેબ્યૂની શક્યતાઓ ઘણી વધી ગઈ છે.

સિરાજની વાપસી બાદ વનડે સીરિઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.

ODI સિરીઝ શેડ્યૂલઃ

પ્રથમ ODI - 27 જુલાઈ - કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ

બીજી ODI - 29 જુલાઈ - કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ

ત્રીજી ODI - 1 ઓગસ્ટ - બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ

  • Follow us on: