- એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાની હાલત કફોળી
- ટોસ જીતી બેટિંગનો નિર્ણય શ્રીલંકાને પડ્યો ભારે
- સિરાજે એક ઓવરમાં 4 વિકેટો લઈ ધૂમ મચાવી
રવિવારે એશિયા કપ ફાઇનલમાં મોહમ્મદ સિરાઝે શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાની સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. શ્રીલંકાની અડધી ટીમ માત્ર પ્રથમ ચાર ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી અને ફાઈનલમાં સંપૂર્ણ રીતે બેકફૂટ પર આવી ગઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે મેદાનમાં પ્રવેશતાની સાથે જ ખોટો સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયાના પેસ એટેકે જ લંકાને ધ્વસ્ત કરી નાખ્યું છે. યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 15 બોલમાં 5 વિકેટ લઈને 91 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો છે.
15 બોલમાં 5 વિકેટો લીઘી
મોહમ્મદ સિરાઝનો અહીં જ ન અટક્યા, તે પોતાની ત્રીજી ઓવરમાં પણ કેપ્ટન દાસુન શનાકાને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો. ભારતે વર્ષ 1932માં ક્રિકેટ જગતમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, 91 વર્ષના ઈતિહાસમાં આજ સુધી ભારતીય ક્રિકેટમાં એવો કોઈ બોલર જોવા મળ્યો નથી કે જેણે એક ઓવરમાં 4 વિકેટ લઈને વિપક્ષી ટીમને બરબાદ કરી હોય. ફાઇનલમાં સિરાજે 15 બોલમાં શ્રીલંકાની ટીમને તબાહ કરી દીધી.
મોહમ્મદ સિરાઝે 6 વિકેટ પણ લીધી
મોહમ્મદ સિરઝે શ્રીલંકાના ખેલાડીઓને એક પછી એક પેવેલિયન મોકલી રહ્યા છે. 16 બોલમાં 5 વિકેટ લીધા બાદ સિરાઝ અહીં ન અટક્યા. સિરઝે શ્રીલંકાને 8 રન આપીને 6 વિકેટ પણ ઝડપી છે.
મોહમ્મદ સિરાજે આ રીતે હલચલ મચાવી દીધી...
- 3.1 ઓવર: પથુમ નિશાંક રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ. (2-8)
- 3.2 ઓવર: ડોટ બોલ
- 3.3 ઓવર: સાદિરા સમરવિક્રમા LBW આઉટ. (3-8)
- 3.4 ઓવર: ચારિથ અસલંકા ઈશાન કિશનના હાથે કેચ આઉટ. (4-8)
- 3.5 ઓવર: ધનંજય ડી સિલ્વાએ ચોગ્ગો ફટકાર્યો.
- 3.6 ઓવર: ધનંજય ડી સિલ્વાએ કેચ વિકેટકીપરને આપ્યો. (5-12)