• મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના લગ્નની અફવાઓ ચાલુ
  • આ મામલે કેટલી સત્યતા છે તેની રાહમાં ખેલાડીઓના ફેન્સ
  • હવે ખુદ મોહમ્મદ શમીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું

મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના લગ્નની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બંને ખેલાડીઓના ફેન્સ એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે આ મામલામાં કેટલું સત્ય છે, આ સ્થિતિ જલ્દીથી સ્પષ્ટ થવી જોઈએ. હવે ખુદ મોહમ્મદ શમીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. યુટ્યુબ શોમાં વાત કરતી વખતે મોહમ્મદ શમીએ કહ્યું, “જે પણ સમાચાર આવ્યા, તેના પર પ્રતિક્રિયા આપવી તે મારા માટે મોટી વાત નથી. હું આવા સમાચાર જોતો હતો, પરંતુ હું તેને કોઈ મહત્વ આપતો ન હતો.

કોઈના જીવન પર મીમ્સ બનાવવા ખોટું

શમીએ આગળ કહ્યું, 'આ એકદમ વિચિત્ર છે, આના પર મારે શું કહેવું જોઈએ? હું કહેવા માંગુ છું કે આવા ખોટા સમાચારોને આગળ ન લાવવા જોઈએ. હું સંમત છું કે મીમ્સ હોવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી પણ ખોટી બાબતો વિશે અફવા ફેલાવવી એ ખોટું છે. તમે મીમ્સ બનાવીને મજા કરી શકો છો, પરંતુ કોઈ બીજાના જીવન વિશે મામ્સ બનાવવું ખોટું છે. મીમ્સ હંમેશા સમજી વિચારીને બનાવવા જોઈએ. જો તમારામાં હિંમત હોય તો વેરિફાઈડ એકાઉન્ટમાંથી આવા મીમ્સ શેર કરો, પછી હું કહીશ.

ફિટનેસ પર મોટું અપડેટ

મોહમ્મદ શમીએ પણ આ ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે હવે ફિટ થઈ રહ્યો છે અને પોતાના વિશે સારું અનુભવી રહ્યો છે. ટૂંક સમયમાં તે પોતાની ફિટનેસ પર કામ કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે અને ટીમમાં કમબેક કરવાનો પ્રયાસ કરશે. મોહમ્મદ શમી ઈજાના કારણે ODI વર્લ્ડ કપ 2023થી ટીમની બહાર છે. તેણે પગની ઘૂંટીની સર્જરી પણ કરાવી છે. શમીએ કહ્યું કે તેણે હવે થોડી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

  • Follow us on: