કપિલ દેવ, ઝહીર ખાન અને જસપ્રિત બુમરાહે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ત્રણેય ખેલાડીઓની ગણના ભારતના મહાન બોલર તરીકે થાય છે. બુમરાહે તાજેતરમાં T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ જ્યારે ભારતીય બોલર મોહમ્મદ શમીને તેના ફેવરિટ બોલર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કપિલ દેવ, ઝહીર ખાન અને જસપ્રિત બુમરાહ સિવાય બે અન્ય ખેલાડીઓનું નામ આપ્યું. ખાસ વાત એ છે કે તેણે પોતાની યાદીમાં કોઈ ભારતીય બોલર નહીં પરંતુ વિદેશી બોલરને પસંદ કર્યા છે.
મોહમ્મદ શમીએ જણાવ્યું પોતાના ફેવરિટ બોલરનું નામ
શમીએ વર્લ્ડકપ 2023માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. આ પછી તે સતત ટીમ ઈન્ડિયાથી દૂર છે. જો કે શમી આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. શમીએ તેના 2 ફેવરિટ ખેલાડીઓના નામ લીધા હતા. તેણે કહ્યું, "આવા ઘણા ખેલાડીઓ છે પરંતુ જો તમે નામ પૂછો છો, તો મને વકાર યુનિસ અને ડેલ સ્ટેન ખૂબ ગમે છે."
વર્લ્ડકપ 2023માં કર્યો હતો કમાલ
ઈજા છતાં, શમીએ વર્લ્ડ કપ 2023માં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, રોહિત શર્માએ તેને પ્રારંભિક મેચમાં તક આપી ન હતી. પરંતુ હાર્દિક પંડ્યાની ઈજા બાદ શમીને અંતિમ 11માં તક મળી છે. આ દરમિયાન તેણે પોતાની બોલિંગ કુશળતા આખી દુનિયાને બતાવી. શમી સૌથી ઓછી મેચ રમીને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બન્યો હતો. તેણે 7 મેચમાં 5.26ની શાનદાર ઈકોનોમી સાથે 24 વિકેટ લીધી હતી. આ પછી શમી સર્જરી કરાવવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો, ત્યારબાદ તે સતત NCAમાં રિહેબિંગ કરી રહ્યો છે. એવી આશા છે કે તે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વાપસી કરશે.