ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આખરે 361 દિવસ બાદ મેદાનમાં પાછો ફર્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ શમીએ શાનદાર વાપસી કરી છે. શમી મેદાન પર આવતાની સાથે જ તેણે બેટ્સમેનોને તબાહ કરી નાખ્યા હતા. શમીએ મધ્યપ્રદેશ સામે બંગાળ તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા ઈચ્છતી હતી તેમ શમીનું પુનરાગમન હવે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં શમીએ હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. પરંતુ મોટો સવાલ એ છે કે શું ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ માટે શમીની હજુ પણ ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ શકે છે.


શમીએ મધ્યપ્રદેશ સામે કર્યું શાનદાર પ્રદર્શન

મધ્યપ્રદેશ સામેની મેચ પહેલા શમી રણજી ટ્રોફીના ચોથા રાઉન્ડમાં કર્ણાટક સામે રમવાનો હતો. પરંતુ આવું ન થયું. શમી અગાઉ ઘૂંટણ પર ભારે પટ્ટી બાંધીને નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. કારણ કે NCAમાં સાજા થતા સમયે તેને નાની ઈજા થઈ હતી. હવે મધ્યપ્રદેશ સામે શમીની શાનદાર બોલિંગ જોવા મળી રહી છે. આ મેચમાં શમીએ 19 ઓવર નાંખી અને 54 રન આપીને 4 વિકેટ ઝડપી. આ દરમિયાન શમીએ 4 મેડન ઓવર ફેંકી હતી. ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે આ બોર્ડર સારો સંકેત હોઈ શકે છે.


NCAમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો શમી

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ શમી NCAમાં પ્રેક્ટિસ કરતી વખતે ફરી ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમમાં તક મળી ન હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે જો શમી સમયસર સ્વસ્થ થઈ જશે તો તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝની બાકીની મેચો રમવા માટે રવાના થશે. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમીએ ODI વર્લ્ડકપ 2023માં પોતાની છેલ્લી મેચ રમી હતી. આ દરમિયાન આ બોલર ઈજાગ્રસ્ત થયો હતો. હવે શમી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા માટે તૈયાર છે.


  • Follow us on: