• શમીની પત્ની હસીન જહાએ ઇન્સટાગ્રામ પર કરી પોસ્ટ
  • આ પોસ્ટ દ્વારા મોહમેમદ શમી પર સાંધ્યું નિશાન
  • મોહમ્મદ શમી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મોહમ્મદ શમીની પત્ની હસીન સતત ચર્ચામાં રહે છે. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેના દ્વારા તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જોકે લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. હસની જહાં ઘણીવાર ટ્રોલિંગનો શિકાર બને છે. વર્લ્ડકપમાં શમીના શાનદાર પ્રદર્શન બાદ પણ ચાહકોએ હસીન જહાંને આડે હાથ લીધી હતી. હવે ભારતીય ફાસ્ટ બોલરની પત્નીએ તેના ટીકાકારોને જવાબ આપ્યો છે.

સોશિયલ મીડિયા દ્વારા ટ્રોલર્સને આપ્યો જવાબ

મોહમ્મદ શમીથી અલગ થયેલી હસની જહાંએ સોશિયલ મીડિયા દ્વારા ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “મારા દુશ્મને મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. હવે મૂર્ખને કોણ સમજાવશે, હું એટલો પ્રખ્યાત થઈ ગઇ છું કે મારા મૃત્યુ પછી પણ લોકો મને યાદ કરશે. આ પોસ્ટમાં તેણે હસવાના ઈમોજીનો પણ ઉપયોગ કર્યો હતો.

શમી પર ગંભીર આરોપ લગાવ્યા

મોહમ્મદ શમીએ હસીન જહાં સાથે 2014માં લગ્ન કર્યા હતા. પરંતુ 2018માં હસની જહાંએ ભારતીય ફાસ્ટ બોલર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેમાં ઘરેલુ હિંસા પણ સામેલ હતી. બંને એક પુત્રીના માતા-પિતા છે. હસની જહાંએ વર્લ્ડકપ વચ્ચે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શમી જેટલો સારો ખેલાડી છે, હું ઈચ્છું છું કે તે એક સારો વ્યક્તિ, પતિ અને પિતા પણ હોય.

શમીએ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લીધી

મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ભારતીય સીમરે 7 મેચમાં 10.71ની શાનદાર એવરેજથી 24 વિકેટ લીધી હતી. શમીની બોલિંગ એવરેજ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ રહી હતી. આ સિવાય ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગરનો રેકોર્ડ પણ શમીના નામે હતો. ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં તેણે 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં, તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 3 વખત પાંચ વિકેટ ઝડપી હતી અને તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 12.21 શ્રેષ્ઠ હતો.


  • Follow us on: