• ધોની અને કપિલ દેવ એક સાથે જોવા મળ્યા
  • ધોનીને જોઇ ફેન્સ થઇ ગયા ખુશ
  • આર્થર-એશ સ્ટેડિયમમાં હતા કપિલ દેવ અને ધોની

કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની, જેમણે પોતાની કપ્તાનીમાં ભારતને ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો હતો તે અમેરિકા પહોંચી ગયા છે. બંને દિગ્ગજ એક વીડિયોમાં દેખાયા હતા. ખાસ વાત એ છે કે બંને ક્રિકેટમાં નહીં પરંતુ ટેનિસમાં રસ દાખવી રહ્યા છે. આ વીડિયો યુએસ ઓપન દરમિયાનના ટેનિસ ગ્રાન્ડ સ્લેમનો છે. બ્રોડકાસ્ટર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ધોની અને કપિલ દેવ જોવા મળી રહ્યા છે.

આર્થર-એશે સ્ટેડિયમ ખાતે

યુએસ ઓપન-2022 દરમિયાન આર્થર-એશ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન બંને જોવા મળ્યા હતા. આ બંને દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં સ્ક્રીન પર જોવા મળ્યા હતા. ધોનીની પ્રથમ ઝલક જોવા મળી હતી. તે કોઈ બીજા સાથે વાત કરી રહ્યો છે. આ પછી કપિલ દેવ પડદા પર દેખાયા.

ધોનીએ હાથ ઉંચો કર્યો

યુએસ ઓપન બ્રોડકાસ્ટર સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની અને કપિલ દેવ સ્ટેડિયમમાં બેઠેલા જોવા મળે છે. ધોનીને જોતા જ ફેન્સ અવાજ કરવા લાગ્યા. તે હાથ પણ ઉંચો કરે છે, ત્યારે જ અવાજ વધે છે. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'યુએસમાં ભારતીય ક્રિકેટ રોયલ્ટી. ભારતના બે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ આર્થર-એશ ખાતે સ્ટેન્ડની શોભા વધારી હતી.

કપિલ દેવ અને ધોનીએ ઈતિહાસ રચ્યો છે

વર્ષ 1983માં ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાની કમાન કપિલ દેવ પાસે હતી. આ પછી આ તક વર્ષ 2011માં આવી જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

  • Follow us on: