IPL મેગા ઓક્શન 2025 24 અને 25 નવેમ્બરે યોજાવાની છે. સાઉદી અરેબિયાનું જેદ્દાહ શહેર IPL મેગા ઓક્શનનું આયોજન કરશે. આ પહેલા IPL ટીમો પોતાની રણનીતિ પર કામ કરી રહી હતી. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈના 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેને ટ્રાયલ માટે બોલાવ્યો છે. આયુષ મ્હાત્રે રણજી ટ્રોફીમાં ઘણો પ્રભાવિત થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ટીમના સ્કાઉટ્સ આયુષ મ્હાત્રેથી ખૂબ જ પ્રભાવિત છે.
આયુષ મ્હાત્રને ટ્રાયલ માટે બોલાવ્યો













