• ધોની હવે મોટા બેનર પર જોવા મળશે
  • માહી પ્રોડ્ક્શન માહી 3 ભાષામાં ફિલ્મો બનાવશે
  • આ ભાષાઓમાં તમિલ, તેલૂગૂ અને મલયાલમનો સમાવેશ કરાશે

ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ માહીએ 15 ઓગસ્ટ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો હતો પરંતુ તે આઈપીએલમાં રમતા જોવા મળી રહ્યા છે. હજુ પણ તેઓ ચેન્નઈ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે પણ ધોની ફિલ્મી દુનિયામાં છવાઈ જવા તૈયાર છે. તેઓે પોતાનું એક પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફિલ્મી દુનિયામાં છવાઈ જવાની તૈયારી કરી લીધી છે. જો કે તેમના હીરો બનવાનો કોઈ પ્લાન નથી, પરંતુ તેઓએ પોતાનું એક પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. માહીએ પ્રોડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેનમેન્ટ રાખ્યું છે. આ વાતની જાણકારી LetsCinemaએ રવિવારે ટ્વિટ કરીને આપી છે. તેઓએ એક ફોટો શેર કર્યો છે જેમાં ધોની જોવા મળી રહ્યા છે અને તેમનું પ્રોડક્શન હાઉસનું નામ પણ.

2 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અને એક સેલ્ફી, દિલ જીતી લેશે આ ફોટો

ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ચાલી રહેલા સમાચારને હવે પૂર્ણવિરામ મળ્યું છે. ધોની હવે ફિલ્મી દુનિયામાં આવવા તૈયાર છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ધોની સાઉથના સુપર સ્ટાર થાલાપથી વિજયની સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. એટલું નહીં આશા રાખવામાં આવી રહી છે કે આ ફ્લિમમાં ધોની કૈમિયો પણ કરી શકે છે. ધોનીએ પોતે સાઉથ સુપરસ્ટાર વિડયને ફોન કરીને તેમની ફિલ્મ કરવા કહ્યું છે. આ તમામ ખબરોની વચ્ચે ધોનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે તેમાંથી એક વાત જે સાચી જોવા મળી રહી છે. આ વાત એ છે કે ધોની હવે મોટા બેનર પર જોવા મળશે. જોવાનું એ છે કે ક્યારે જોવા મળશે.

ધોનીના પ્રોડક્શન હાઉસમાં 3 ભાષામાં બનશે ફિલ્મો

ધોનીના પ્રોડક્શન હાઉસમાં જે પોસ્ટર સામે આવ્યું છે તેમાં ખ્યાલ આવી રહ્યો છે કે માહી 3 ભાષામાં ફિલ્મો બનાવશે. આ ભાષાઓમાં તમિલ, તેલૂગૂ અને મલયાલમનો સમાવેશ કરાશે. એક રીતે જોઈએ તો ધોની 2008થી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. તેના કારણે ધોની સાઉથમાં ઘણા ફેમસ છે. માહીને થાલાના નામથી પણ બોલાવવામાં આવે છે. મળતી માહિતિ અનુસાર ધોની આઈપીએલ 2023 બાદ આ લીગથી સંન્યાસ લઈ શકે છે. 

  • Follow us on: