- તમામ મેચમાં ધોની કરે છે કમાલ
- ધોનીની શાનદાર બેટિંગના કારણે વધી શકે છે વાપસીના ચાન્સ
- ધોનીની વાપસીનો નિર્ણય આખરે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ પર રહેશે
IPL 2024ની અડધાથી વધારે ટૂર્નામેન્ટ ખતમ થઈ ચૂકી છે અને આ આખી સીઝનમાં સૌથી વધારે કોઈ વાતને લઈને ચર્ચા થઈ રહી છે તો એ છે કે ટી20 વર્લ્ડકપને માટે ટીમ ઈન્ડિયામાં કોને જગ્યા મળશે? ટૂર્નામેન્ટના શરૂઆતના કેટલાક દિવસ તો એ વાત ચર્ચામાં રહી કે કોહલી રહેશે પણ હવે મુદ્દો વિકેટકીપરને લઈને વધી રહ્યો છે. તેના અનેક દાવેદાર છે. જેમાંથી કોને સ્થાન મળશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે ધોનીની ટીમ ઈન્ડિયામાં વાપસીને લઈને ચર્ચા છે. તેના કારણે એક નવી ચર્ચા શરૂ થઈ છે. તો જાણો ચીફ સિલેક્ટર્સ અજીત અગરકર શું કરશે.
ધોની કરી રહ્યા છે કમાલ
ટીમ ઈન્ડિયા અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની હાલમાં આઈપીએલ 2024માં પોતાનું સ્થાન કાયમ કરી રહ્યા છે. ઘૂંટણની ઈજા બાદ પણ ધોની તમામ મેચમાં 20 ઓવર વિકેટકીપિંગ કરી રહ્યા છે પણ વાત બેટિંગની આવે છે તો ફક્ત છેલ્લી 2-3 ઓવરમાં આવે છે અને કમાલ કરે છે. તેનાથી તેમના ટીમ ઈન્ડિયામાં પરત આવવાની ચર્ચા વધી છે. પણ શું આવું થશે?
ધોની બનશે ટીમ ઈન્ડિયાના વાઈલ્ડ કાર્ડ?
ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેઓએ આખરે 2019ના વર્લ્ડકપના સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી તે ફક્ત આઈપીએલમાં જોવા મળ્યા અને છેલ્લી સીઝન અને ખાસ કરીને આ સીઝનમાં તેમનું બેટ ખાસ કમાલ કરી રહ્યું છે. તેના ફેન્સને ખુશ કરી દીધા છે. એવામાં વિકેટકીપરને લઈને ચાલી રહેલી ચર્ચાની વચ્ચે શું ધોની સંન્યાસથી વાપસી કરીને ટીમ ઈન્ડિયામાં પરત આવશે?
કદાચ જ કોઈને ધોનીના નામથી વાંધો હશેઃ પઠાણ
એક શોમાં ટીમ ઈન્ડિયાના 2 પૂર્વ ફાસ્ટ બોલરે આશા રાખી છે. ધોનીના રાજ્ય ઝારખંડથી આવનારા વરુણ એરોને કહ્યું કે એમેસ ધોની ભારતની તરફથી ટી20 વર્લ્ડકપમાં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી કરી શકે છે. એવામાં પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ કહ્યું કે જો આવું થશે તો કદાચ જ કોઈને વાંધો હશે. તેઓએ કહ્યું કે ધોની વર્લ્ડકપમાં રમવાની ઈચ્છા જાહેર કરે છે તો તેમને કોઈ ના પાડી શકશે નહીં અને કોઈને કોઈ પણ સમસ્યા રહેશે નહીં કેમકે તે શાનદાર બેટિંગ કરી રહ્યા છે.
તાબડતોબ બેટિંગ કરી રહ્યા છે ધોની
આઈપીએલની વાત કરીએ તો ધોની કિપિંગમાં તો હંમેશાની જેમ કમાલ કરી રહ્યા છે પણ સાથે તેમની બેટિંગ પણ ખાસ રહી છે. છેલ્લી ઓવરમાં આવીને ધોની ફક્ત ફોર-સિક્સની કમાલ કરે છે. અત્યાર સુધીની 6 ઈનિંગમાં તેઓએ બેટિંગ કરી અને 35 ઈનિંગમાં 91 રન બનાવી દીધા છે. તેમાં 8 ફોર અને 8 સિક્સ સામેલ છે. તેમના સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો તે 260નો છે.