પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ IPL 2025 દરમિયાન PSLનું આયોજન કરવા જઈ રહ્યું છે. IPL 22 માર્ચથી 25 મે સુધી રમાશે, જ્યારે પાકિસ્તાન સુપર લીગ PSL 11 એપ્રિલથી 18 મે સુધી રમાશે. આનો અર્થ એ થયો કે બે લીગ વચ્ચે ટક્કર અનિવાર્ય છે. પરંતુ આ પહેલા પણ પાકિસ્તાન સુપર લીગ એક વિવાદમાં ફસાઈ ચૂકી છે, અને તેનું કારણ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો અવાજ પાકિસ્તાને ઉપયોગ કર્યો છે.


શું રોહિત શર્માની મજાક ઉડાવવામાં આવી હતી?

મુલ્તાન સુલ્તાન્સ ફ્રેન્ચાઇઝ આ વીડિયો દ્વારા PSL 2025 ટ્રોફીનું પ્રદર્શન કરવા માંગતી હતી. આમાં ટીમનો એક માસ્કોટ રોહિત શર્માની નકલ કરતો જોવા મળ્યો. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કેપ્ટને પોતાના જ અંદાજમાં કહ્યું હતું કે, "મને પૂછો, આ જીતવા માટે શું કરવું પડે છે." મુલ્તાન સુલ્તાન્સનો માસ્કોટ પણ PSL ટ્રોફી બતાવતી વખતે આ જ વાક્યનું પુનરાવર્તન કરતો જોવા મળ્યો.

 

ચાહકોએ તીવ્ર પ્રતિક્રિયા આપી

આ વીડિયો જોયા પછી ભારતીય ચાહકો ગુસ્સે ભરાયા છે. તેમણે કહ્યું કે મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની મુલ્તાન સુલ્તાન્સે રોહિત શર્માની મજાક ઉડાવી છે. ચાહકોએ આની ઉગ્ર ટીકા કરી અને માંગ કરી કે BCCI આ મામલે હસ્તક્ષેપ કરે. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે પીએસએલ ફ્રેન્ચાઇઝી તેની ટુર્નામેન્ટને પ્રમોટ કરવા માટે ભારતીય ખેલાડીના શબ્દોનો ઉપયોગ કેમ કરી રહી છે. તે જ સમયે, કેટલાક ચાહકોએ એ પણ યાદ અપાવ્યું કે અગાઉ પાકિસ્તાની ખેલાડીએ મોહમ્મદ રિઝવાનની અંગ્રેજીની મજાક ઉડાવવા બદલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેડ હોગની ટીકા કરી હતી અને હવે તે પોતે પણ એ જ કરી રહ્યો છે.

પીએસએલ ટીમ મુલ્તાન સુલ્તાન્સે ટુર્નામેન્ટ માટે એક પ્રોમો વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનો અવાજ છે. આ પ્રોમો અંગે ભારતીય ચાહકો ગુસ્સે છે. આ વીડિયો રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. વાસ્તવમાં, PSL ટીમ મુલ્તાન સુલ્તાન્સે ટુર્નામેન્ટ માટે એક પ્રોમો વીડિયો બહાર પાડ્યો છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોમો અંગે ભારતીય ચાહકો ગુસ્સે છે. આ વીડિયો રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.

  • Follow us on: