- રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ
- મુંબઈએ 42મી વખત રણજી ટ્રોફીનું ચેમ્પિયન બન્યું
- મુશીર ખાને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો
રણજી ટ્રોફી 2024ની ફાઈનલ મેચ મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ હતી. મુંબઈએ પાંચમા દિવસે આ મેચ 169 રનથી જીતી લીધી હતી. આ સાથે મુંબઈએ 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચ જીતવા માટે મુંબઈએ વિદર્ભને 500થી વધુ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વિદર્ભની ટીમ પાંચમા દિવસે 368 રનમાં સમેટાઈ ગઈ હતી. વિદર્ભ માટે કેપ્ટન અક્ષય વાડકરે શાનદાર સદી ફટકારી હતી પરંતુ તે એકલો ટીમને જીત તરફ લઈ જઈ શકતો નથી. વાડકર 102 રન બનાવીને આઉટ થયો હતો. આ મામલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વિટ કરી મુંબઇમે શુભ કામનાઓ આપી હતી.
મુંબઈની જીતમાં 3 ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
શાર્દુલ ઠાકુર
ફાઈનલ મેચની પ્રથમ ઈનિંગમાં મુંબઈની બેટિંગ ખાસ નહોતી રહી પરંતુ શાર્દુલ ઠાકુર પ્રથમ દાવમાં ટીમ માટે મુશ્કેલી નિવારક તરીકે ઉભરી આવ્યો હતો. શાર્દુલ ઠાકુરે પ્રથમ દાવમાં મુંબઈ માટે મુશ્કેલ સમયમાં શાનદાર ઈનિંગ રમી અને ટીમના સ્કોરને 200ની પાર લઈ ગયો. પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુરે 69 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. શાર્દુલે પોતાની ઇનિંગ દરમિયાન 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય પ્રથમ દાવમાં બોલિંગ કરતા શાર્દુલે એક વિકેટ પણ પોતાના નામે કરી હતી.
મુશીર ખાન
ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનાર સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને ફાઈનલ મેચની બીજી ઈનિંગમાં મુંબઈ માટે મહત્વની ઈનિંગ રમી હતી. મુશીર ખાને બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. મુનશીરે બીજી ઇનિંગમાં 136 રન બનાવ્યા હતા. આ સિવાય મુશીરે બીજી ઇનિંગમાં બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે મુશીરે 2 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શમ્સ મુલાની
મુંબઈની આ જીતમાં ઓલરાઉન્ડર શમ્સ મુલાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મેચમાં બોલિંગ કરતી વખતે શમ્સ મુલાનીએ બંને દાવમાં 4 વિકેટ ઝડપી હતી. જેમાંથી શમ્સ મુલાનીએ પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં એક વિકેટ ઝટકો હતી. આ સિવાય બેટિંગ કરતી વખતે શમ્સ મુલાનીએ પ્રથમ દાવમાં 13 રન અને બીજા દાવમાં 50 રન બનાવ્યા હતા.