- બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં ભારતને બે મેડલ મળ્યા
- શટલર તુલસીમતી મુરુગેસએ જીત્યો સિલ્વર મેડલ
- શટલર મનીષા રામદાસએ જીત્યો બ્રોન્ઝ મેડલ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં, ભારતીય શટલર મુરુગેસન તુલાસિમાથી SU5 કેટેગરીમાં ફાઇનલમાં હારી ગઈ છે. આ કારણોસર તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મનીષા રામદાસે આ જ ઈવેન્ટમાં ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને 21-12થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતને એક જ ઈવેન્ટમાંથી બે મેડલ મળ્યા છે.
ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો
તુલાસિમાથી મુરુગેસનને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલમાં ચીનની યાંગ ક્વિક્સિયાએ તેને 21-17, 21-10થી હરાવી હતી. આ મેચમાં હાર બાદ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
મનીષા રામદાસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
અગાઉ, તુલાસીમાથી મુરુગેસને મહિલા સિંગલ્સ SU5 કેટેગરીની સેમિફાઇનલમાં દેશબંધુ મનીષા રામદોસને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. રવિવારે રમાયેલી મેચમાં તેણે મનીષાને 23-21, 21-17થી પરાજય આપ્યો હતો. ફાઈનલમાં સ્થાન મેળવ્યા બાદ મુરુગેસને કહ્યું, 'આ મારું સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું ખુશ છું અને હવે મારે પોતાને ફાઈનલ માટે તૈયાર કરવાની છે.
મનીષાએ હલચલ મચાવી દીધી
મનીષા રામદાસે પેરિસ પેરાલિમ્પિક્સમાં પેરા બેડમિન્ટનમાં ભારત માટે મેડલ જીત્યો છે. તેણે મહિલા સિંગલ્સ SU5 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવીને મેડલ જીત્યો હતો.