• નવીન ઉલ હક IPL 2023માં કોહલી સાથેની લડાઇના કારણે ચર્ચામાં હતો
  • કોહલી અને નવીન 2023ના ODI વર્લ્ડકપમાં મિત્રો બન્યા હતા
  • નવીન ઉલ હક ફરી એકવાર વિરાટ કોહલીથી નારાજ જોવા મળ્યો

અફઘાનિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર નવીન ઉલ હક IPL 2023માં વિરાટ કોહલી સાથેની લડાઇના કારણે ચર્ચામાં હતો. ત્યારબાદ 2023ના ODI વર્લ્ડકપમાં બંને મિત્રો બન્યા હતા. ચર્ચાની સાથે સાથે તેમની મિત્રતાએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં નવીન ઉલ હક ફરી એકવાર વિરાટ કોહલીથી નારાજ જોવા મળી રહ્યો છે.

બાર્બાડોસ રોયલ્સે શેર કર્યો નવીનનો વીડિયો

નવીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતો થઈ રહ્યો છે. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે શું બંને વચ્ચે કંઈક થયું? તો એવું નથી. નવીનનો વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે કેરેબિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી બાર્બાડોસ રોયલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. કેરેબિયન પ્રીમિયર લીગ 2024 બુધવાર, ઓગસ્ટ 29 થી શરૂ થઈ રહી છે. જો કે, ભારતીય સમય અનુસાર, આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટ, ગુરુવારથી શરૂ થશે. નવીન ટૂર્નામેન્ટમાં બાર્બાડોસ રોયલ્સનો ભાગ છે.


નવીનને દરેક જગ્યાએ દેખાયો વિરાટ કોહલી

વીડિયો વિશે વાત કરીએ તો નવીન ઉલ હક તેમાં વિરાટ કોહલીને દરેક જગ્યાએ જોઈ શકે છે. નવીન તેના મોબાઈલ પર એક નાનો વીડિયો જોઈ રહ્યો છે, જેમાં તે વિરાટ કોહલીને જોઈ શકે છે. વિરાટને વારંવાર જોઈને નવીન પોતાનો મોબાઈલ બંધ કરી દે છે અને ઉભો થઈને બીજે ક્યાંક ચાલ્યો જાય છે. આ સમય દરમિયાન, તેને રસ્તાની વચ્ચે 'બેન સ્ટોક્સ' નામનું એક પોસ્ટર દેખાય છે, જે કદાચ તેને ફરી એકવાર કિંગ કોહલીની યાદ અપાવે છે.

પછી અફઘાન પેસર તેના હોટલના રૂમમાંથી ફોન કરે છે અને પૂછે છે કે હું કઈ ચેનલ પર CPL જોઈ શકું? જવાબમાં તેમને ચેનલ નંબર 18 કહેવામાં આવે છે. વિરાટની જર્સી નંબર પણ 18 છે. આ પછી અફઘાન ફાસ્ટ બોલર કહે છે, "સ્ટોપ ઇટ મેન, કંઈક નવું શોધો."


  • Follow us on: