- ભારત અને નેપાળ વચ્ચે મેચ
- શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચનું આયોજન
- પલ્લેકેલેમાં વરસાદની આગાહી
ભારતની ઈનિંગ
143/0(20 ઓવર)- નેપાળ માટે આ ઓવર કુશલ મલ્લાએ નાખી છે. આ ઓવરમાં કુશલે માત્ર 3 રન આપ્યા છે.
140/0(19 ઓવર)- ગુલસન ઝાએ પોતાની પ્રથમ અને ઈનિંગની 19મી ઓવર નાખી છે. આ ઓવરમાં ગુલસને 7 રન આપ્યા છે.
133/0(18 ઓવર)- કુશલ મલ્લાએ નેપાળ માટે સફળ ઓવર નાખી છે. આ ઓવરમાં કુશલે માત્ર 3 રન આપ્યા છે.
130/0(17 ઓવર)- કરણ કેસી નેપાળ માટે થોડો મોંઘો સાબિત થયો છે. કરણની છેલ્લી ઓવરે રોહિત શર્માએ સિક્સ ફટકારી છે. સાથે આ ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 10 રન લીધા છે.
120/0(16 ઓવર)- સંદીપ લામિછાને નેપાળ માટે ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં સંદીપે એક ફોર સાથે 7 રન આપ્યા છે.
113/0(15 ઓવર)- લલિત રાજબંશી નેપાળ માટે ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં લલિતે એક વાઈડ અને એક સિક્સ સાથે 12 રન આપ્યા છે.
101/0(14 ઓવર)- કુશલ મલ્લાએ નેપાળ માટે ઓવર નાખી છે. આ ઓવરમાં કુશલે માત્ર 5 રન આપ્યા છે. સાથે જ આ ઓવરમાં ભારતીય ટીમે 100 રનનો આંકડો પાર કર્યો છે.
96/0(13 ઓવર)- શુભમન ગિલે ઓવરના પ્રથમ બોલે ફોર ફટકારીને સોમપાલ કામીનું સ્વાગત કર્યું છે. સોમપાલે આ ઓવરમાં 2 ફોર સાથે 11 રન આપ્યા છે. આ ઓવરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી છે.
85/0(12 ઓવર)-દીપેન્દ્ર સિંહ એરીએ નેપાળ માટે ઓવર નાખી છે. આ ઓવરમાં દીપેન્દ્રએ 1 સિક્સ સાથે 9 રન આપ્યા છે.
76/0(11 ઓવર)- સંદીપ લામિછાને નેપાળ માટે મોંઘો બોલર સાબિત થયો છે. સંદીપે આ ઓવરમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 12 રન આપ્યા છે.
64/0(10 ઓવર)- દીપેન્દ્ર સિંહ એરી પોતાની પ્રથમ અને ઈનિંગની 10મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં દીપેન્દ્ર સિંહે માત્ર 3 રન આપ્યા છે.
61/0(9 ઓવર)- નેપાળ માટે સંદીપ લામિછાને ઓવર નાખી છે. આ ઓવરમાં સંદીપે એક સિક્સ સાથે 9 રન આપ્યા છે.
52/0(8 ઓવર)- લલિત રાજબંશી પોતાની ત્રીજી અને ઓવરની 8મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં લલિત રાજબંશીએ 7 રન આપ્યા છે. સાથે જ આ ઓવરમાં ભારતીય ઓપનર્સે 50 રનની પાર્ટનરશિપ કરી છે. અત્યારે રોહિત શર્મા 24 બોલ પર 26 રન કરીન અને શુભમન ગિલ 24 બોલ પર 24 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
45/0(7 ઓવર)- નેપાળ માટે સંદીપ લામિછાને ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં સંદીપે 1 ફોર અને 1 સિક્સની મદદથી 12 રન આપ્યા છે.
33/0(6 ઓવર)- લલિત રાજબંશીએ નેપાળ માટે સતત બીજી સફળ ઓવર નાખી છે. લલિતે પોતાની આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા છે. જેથી 6 ઓવર બાદ ભારતનો સ્કોર 33 રન થયો છે.
31/0(5 ઓવર)- કરણ કેસી નેપાળ માટે થોડો મોંઘો સાબિત થયો છે. કરણે આ ઓવરમાં 2 ફોર સાથે 9 રન આપ્યા છે.
22/0(4 ઓવર)- લલિત રાજબંશીની ઓવરમાં ભારતનો ઓપનર પ્રેશરમાં હોય તેવું લાગ્યું છે. કારણે રાજબંશીએ પોતાની આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા છે.
19/0(3 ઓવર)- નેપાળ માટે કરણ કેસી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં કરણે એક ફોર સાથે 6 રન આપ્યા છે.
17/0(2.1 ઓવર)- 231 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્મા આક્રામક બેટિંગ કરવાના ઈરાદે ક્રીઝ પર આવ્યા છે. રોહિત શર્માએ 7 બોલ પર 4 રન જ્યારે શુભમન ગિલે 6 બોલ પર 12 રન કર્યા છે. જો કે, 2.1 ઓવરની રમત બાદ પલ્લેકેલે સ્ટેડિયમમાં ફરી વરસાદ શરૂ થયો હતો. જેથી ભારત અને નેપાળ વચ્ચેેની મેચ સ્થગિત કરવામા આવી હતી. જો કે, હવે ઓવર ઘટાડીને ફરી મેચ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ભારતીય ટીમે 48.2 ઓવરમાં નેપાળની ટીમને 230 રન પર ઓલઆઉટ કરી હતી. જેથી ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો છે.
નેપાળની ઈનિંગ
230/10(48.2 ઓવર)- નેપાળની ટીમ 230 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો છે. નેપાળ માટે સૌથી વધુ 97 બોલમાં 58 રન વિકેટકીપર બેટ્સમેન આશિફ શેખે કર્યા છે, જ્યારે કુશલ ભુર્તેલે 25 બોલમાં 38, ગુલસન ઝાએ 35 બોલમાં 23, દીપેન્દ્ર સિંહ એરીએ 25 બોલમાં 39 અને સોમપાલ કામીએ બોલ 56 બોલ પર 48 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, શમીએ 7 ઓવરમાં 29 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 9.1 ઓવર નાખી છે. જેમાં તેમણે 61 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 મેડન ઓવર સાથે 8 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 34 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 34 રન આપ્યા છે.
205/7(45 ઓવર)-હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને વધુ એક સફળતા અપાવી છે. હાર્દિકે 25 બોલ પર 29 રન કરીને બેટિંગ કરનારા દીપેન્દ્ર સિંહ એરીની વિકેટ લીધી છે. જેથી 45 ઓવર બાદ નેપાળે 7 વિકેટના નુકસાને 205 રન બનાવ્યા છે. અત્યારે નેપાળ માટે સોમપાલ કામી 45 બોલ પર 39 રન કરીને અને સંદીપ લામિછાને 13 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતની બોલરની વાત કરવામાં આવે તો, શમીએ 6 ઓવરમાં 27 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 8 ઓવર નાખી છે. જેમાં તેમણે 29 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 23 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 34 રન આપ્યા છે.
184/6(40 ઓવર)-ભારત અને નેપાળ વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 40 ઓવર બાદ નેપાળે 6 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા છે. નેપાળ માટે અત્યારે દીપેન્દ્ર સિંહ એરી 23 બોલ પર 28 રન અને સોમપાલ કામી 30 બોલ પર 16 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ભારતની બોલરની વાત કરવામાં આવે તો, શમીએ 6 ઓવરમાં 27 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં તેમણે 46 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 2 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 19 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 21 રન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં પણ વરસાદ આવ્યો હતો. જેના કારણે મેચને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે, વરસાદ આવ્યા બાદ પણ ઓવર ઘટાડવામાં આવી નથી.
158/6(35 ઓવર)-ભારત અને નેપાળ વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 35 ઓવર બાદ નેપાળે 6 વિકેટના નુકસાને 158 રન બનાવ્યા છે. નેપાળ માટે અત્યારે દીપેન્દ્ર સિંહ એરી 9 બોલ પર 14 રન અને સોમપાલ કામી 14 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ભારતની બોલરની વાત કરવામાં આવે તો, શમીએ 5 ઓવરમાં 17 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં તેમણે 46 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 2 મેડન ઓવર સાથે 3 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 21 રન આપ્યા છે.
135/5(30 ઓવર)- ભારત અને નેપાળ વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 30 ઓવર બાદ નેપાળે 4 વિકેટના નુકસાને રન બનાવ્યા છે. નેપાળ માટે અત્યારે ગુલસન ઝા 27 બોલ 18 રન અને દીપેન્દ્ર સિંહ એરી 1 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. નેપાળ માટે આશિફ શેખ 97 બોલ પર 58 રન કરીને આઉટ થયો છે. ભારતની બોલરની વાત કરવામાં આવે તો, શમીએ 4 ઓવર નાખી છે. જેમાં શમીએ 14 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 6 ઓવર નાખી છે. જેમાં તેમણે 42 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 2 મેડન ઓવર સાથે 3 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 12 રન આપ્યા છે.
109/4(25 ઓવર)-ભારત અને નેપાળ વચ્ચે રમાતી મેચની પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે નેપાળ માટે આશિફ શેખ 84 બોલ પર 47 રન કરીને અને ગુલસન ઝા 11 બોલ 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે અત્યાર સુધી મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને કુલદિપ યાદવે બોલિંગ કરી છે. શમીએ 4 ઓવર નાખી છે. જેમાં શમીએ 14 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 24 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 2 મેડન ઓવર સાથે 3 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 2 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં કુલદીપે 7 રન આપ્યા છે.
93/3(20 ઓવર)-શાર્દુલ ઠાકુર બાદ રવિન્દ્ર જાડેજાએ ભારતને બીજી અને ત્રીજી સફળતા અપાવી છે. જાડેજાએ 17 બોલ પર 7 રન કરનારા ભીમ શાર્કી અને 8 બોલ પર 5 રન કરનારા નેપાળના કેપ્ટન રોહિત પૌડેલને આઉટ કર્યો છે. અત્યારે નેપાળ માટે આશિફ શેખ 73બોલ પર 39 રન કરીને અને કેપ્ટન રોહિત પૌડેલ બોલ પર રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે અત્યાર સુધી મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને કુલદિપ યાદવે બોલિંગ કરી છે. શમીએ 4 ઓવર નાખી છે. જેમાં શમીએ 14 રન આપ્યા છે. સાથે સિરાઝે 1 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 24 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 2 મેડન ઓવર સાથે 3 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે એક ઓવર નાખી છે. જે ઓવર મેડન રહી છે.
73/1(15 ઓવર)- ભારત નેપાળ વિરુદ્ધ પકડ મજબૂત કરી છે. ભારતીય ટીમે છેલ્લી 5 ઓવરમાં નેપાળને માત્ર 12 રન આપ્યા છે. અત્યારે નેપાળ માટે આશિફ શેખ 52 બોલ પર 26 રન કરીને અને ભીમ શાર્કી 13 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝે 4 ઓવર નાખી છે. જેમાં 1 મેડન ઓવર પણ સામેલ છે. આ 4 ઓવરમાં સિરાઝે 24 રન આપ્યા છે, જ્યારે મોહમ્મદ સિરાઝે પણ 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 3.50ની ઈકોનોમી સાથે 14 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 11 રન આપ્યા છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 2 રન આપ્યા છે.
61/1(10 ઓવર)- ભારત અને નેપાળ વચ્ચે રમાતી મેચમાં અત્યાર સુધી ભાતીય ટીમની ફિલ્ડીંગ ખુબ સામાન્ય રહી છે. ભારતના ફિલ્ડરે ત્રણ કેચ ડ્રોપ કર્યા છે. જેના કારણે નેપાળના ઓપનર ધીમે-ધીમે આક્રામક બની રહ્યા હતા, પરંતુ શાર્દુલ ઠાકુરે 10મી ઓવરની અંતિમ બોલ પર કુશલ ભુર્તેલને આઉટ કર્યો છે. ભૂર્તેલ 25 બોલમાં 38 રન કરીને આઉટ થયો છે. અત્યારે આસિફ શેખ 34 બોલ પર 23 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝે 4 ઓવર નાખી છે. જેમાં 1 મેડન ઓવર પણ સામેલ છે. આ 4 ઓવરમાં સિરાઝે 24 રન આપ્યા છે, જ્યારે મોહમ્મદ સિરાઝે પણ 4 ઓવર નાખી છે. જેમાં તેમણે 3.50ની ઈકોનોમી સાથે 14 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 1 ઓવરમાં 11 રન આપ્યા છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 1 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી છે.
23/0(5 ઓવર)- ભારતે આજની મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી નેપાળ માટે કુશલ ભુર્તેલ અને આસિફ શેખે ઓપનિંગ કર્યું છે. આ મેચના પ્રથમ ઈનિંગની 5 ઓવરની રમત પૂર્ણ થઈ છે. જેમાં નેપાળનો કુશલ ભુર્તેલ 11 બોલ પર 12 રન કરીને અને આસિફ શેખ 19 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝે 2 ઓવર નાખી છે. જેમાં 1 મેડન ઓવર પણ સામેલ છે. આ 2 ઓવરમાં સિરાઝે માત્ર 6 રન આપ્યા છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 3 ઓવર નાખી છે. જેમાં તેમણે 13 રન આપ્યા છે.
ટોસ બાદ રોહિત શર્માએ શું કહ્યું?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તેમણે કહ્યું કે, ગત મેચમાં અમે બેટિંગ કરી હતી. જેથી હું અમારા બોલિંગનો ઉપયોગ કરવા માંગુ છું. મને હવામાન અંગે વધુ ખ્યાલ નથી. અમે માત્ર બોલિંગમાં સારૂં પ્રદર્શન કરશું. ગત મેચમાં ઈશાન અને હાર્દિકે દબાવમાં સારી બેટિંગ કરી હતી. જે અમારા માટે સકારાત્મક વાત છે.
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
એશિયા કપમાં ભારત અને નેપાળ વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ ભારતે જીત્યો છે. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ પહેલાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમ્યું હતું. જો કે, મેચમાં વરસાદ વિઘ્ન બનતાં મેચ રદ કરાઈ હતી.
ભારત પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમ્યું હતું
ભારતીય ટીમે એશિયા કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ પાકિસ્તાન વિરુદ્ધ રમીને કર્યો હતો. આ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે મેચ રદ કરવી પડી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ઈનિંગ પૂર્ણ થયા બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. જે બાદ આ મેચ રદ કરીને બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
પલ્લેકેલે સ્ટેડિયમની પિચ રિપોર્ટ
ભારત અને નેપાળ વચ્ચેની આ મેચ તે જ મેદાનમાં રમવામાં આવશે, જે મેદાનમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમવામાં આવી હતી. જો કે, વરસાદના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવમાં આવી હતી. અહીં શરૂઆતમાં ફાસ્ટ બોલરને મદદ મળશે. જો કે, બોલ જુની થયા બાદ વિકેટ બેટ્સમેનને મદદ કરશે.
કેએલ રાહુલ નહીં રમે મેચ
BCCI ની મેડિકલ ટીમે કેએલ રાહુલની ફિટ જાહેર કર્યો છે. રાહુલે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. આમ છતાં તે નેપાળ વિરુદ્ધ મેચ રમશે નહીં. કારણ કે, રાહુલ 2 મેચ બાદ જ ઉપલબ્ધ થશે.
આજે કેવું રહેશે હવામાન
જો આપણે આજની મેચને લઈને વરસાદની આગાહીની વાત કરીએ તો મેચના દિવસે પલ્લેકેલીમાં વરસાદ અવરોધ બની શકે છે. આગાહી મુજબ વરસાદ પડવાની 80 ટકા સંભાવના છે અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.તો સાથે જ વાતાવરણમાં ભેજ લગભગ 81 ટકા રહેશે અને પવનની ઝડપ 15 થી 25 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહેશે.
મેચ પ્રિડિક્શન
નેપાળ એક યુવા અને સારી ટીમ છે. આ ટીમમાં અનેક એવા ખેલાડી છે. જે મેચ વિનર સાબિત થઈ શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયા એક મોટી ટીમ છે. ભારતીય ટીમ સરળતાથી આ મેચ જીતશે અને સુપર-4માં ક્વોલીફાઈ કરશે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.
નેપાળ- કુશલ ભુર્તેલ, આસિફ શેખ(વિકેટકીપર), રોહિત પૌડેલ(કેપ્ટન), ભીમ શાર્કી, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરી, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ કેસી અને લલિત રાજબંશી.










