• 12 નવેમ્બરે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • મુબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ
  • વર્લ્ડકપ 2023માં રોહિત શર્માએ 22 સિક્સર ફટકારી

ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની 45મી મેચ બેંગલુરુમાં રમાશે.રવિવારે રમાનારી આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. સેમિફાઇનલ પહેલા આ વર્લ્ડકપની આ છેલ્લી મેચ હશે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ વખતે જોરદાર પ્રદર્શન કર્યું છે. હવે તેની પાસે ક્રિસ ગેલનો જૂનો રેકોર્ડ તોડવાની પણ તક છે. રોહિત વર્લ્ડકપનો સિક્સર કિંગ બની શકે છે.

રોહિત શર્મા બની શકે છે સિક્સર કિંગ

એક વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ગેલના નામે છે. ODI વર્લ્ડકપ 2015માં ગેલે 26 સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ બીજા સ્થાને છે. રોહિતને ગેલનો રેકોર્ડ તોડવા માટે પાંચ સિક્સરની જરૂર છે. આ વખતે તેણે વર્લ્ડકપમાં 22 સિક્સર ફટકારી છે. મેક્સવેલે પણ આ વખતે અત્યાર સુધીમાં 22 સિક્સર ફટકારી છે. આ મામલે મોર્ગન પણ બીજા નંબર પર છે. તેણે 2019માં 22 સિક્સર ફટકારી હતી. ક્વિન્ટન ડી કોક ત્રીજા નંબર પર છે. આ વખતે તેણે 21 સિક્સર ફટકારી છે.

રોહિતનું વર્લ્ડકપમાં પ્રદર્શન

વર્લ્ડકપ 2023માં રોહિત શર્માના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. રોહિતે 8 મેચમાં 442 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 50 ફોર અને 22 સિક્સર ફટકારી છે. રોહિતે એક સદી અને બે ફિફ્ટી પણ ફટકારી છે. આ વખતે તે સૌથી વધુ રન બનાવવાના મામલે હાલમાં છઠ્ઠા સ્થાને છે.

ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપમાં પ્રદર્શન

નોંધનીય છે કે ભારતે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. નેધરલેન્ડ સામેની મેચ બાદ ટીમ ઈન્ડિયા 15 તારીખે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમીફાઈનલ રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: