• સરકારના સહકારથી દેશમાં રમતગમત ગતિશીલતા બદલાઈ: ગોલ્ડન બોય

  • સપોર્ટને કારણે એશિયન અને પેરા એશિયન ગેમ્સમાં મળી મોટી સફળતા
  • 2024 ઓલિમ્પિકની રમતોમાં પોતાની અપેક્ષાઓ વિશે પણ વાત કરી

જેવલીન થ્રો ખેલાડી નીરજ ચોપરાએ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નીરજ ચોપરાએ ભારત સરકારના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે સરકારના સહકારથી દેશમાં રમતગમત ગતિશીલતા બદલાઈ રહી છે.

સરકારના સપોર્ટને ગણાવ્યું એશિયન ગેમ્સમાં સફળતાનું કારણ 

[[$googlead]]

દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા નીરજ ચોપરાએ ભારત સરકાર દ્વારા રમતગમત માટે કરવામાં આવતા સપોર્ટને લઈને કહ્યું હતું. તેમણે ખેલાડીઓને સપોર્ટ કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી અને સરકારના સપોર્ટને એશિયન ગેમ્સની સફળતા પાછળનું એક કારણ ગણાવ્યું હતું.

[[$alsoread]]

ભારતીય એથ્લેટ્સ પર સંપૂર્ણ વિશ્વાસ

નીરજ ચોપરાએ પોતાની ઈજામાંથી રિકવર થવા અંગે અને 2024 ઓલિમ્પિકની રમતોમાં પોતાની અપેક્ષાઓ વિશે પણ વાત કરી હતી. તો સાથે સાથે તેમણે યુવાનો અને ખેલાડીઓને સલાહ પણ આપી હતી. જેવલીન થ્રો ખેલાડી નીરજ ચોપરાએ કહ્યું હતું કે કોઈપણ રમત હોય, પછી તે બેડમિન્ટન હોય કે કબડ્ડી, ભારતીય એથ્લેટ્સ પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું કહી શકું છું કે હવે ખેલાડીઓ ઘણા જ નિર્ભય અને સક્ષમ બન્યા છે.

બધી બાજુથી મળી રહ્યો છે ખેલાડીઓને સપોર્ટ 

ભારતીય ખેલાડીઓના કૌશલ અને ક્ષમતા અંગે વાત કરતાં નીરજ ચોપરાએ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને હવે એ વાતની બિલકુલ ચિંતા નથી હોતી કે તેમના પ્રતિસ્પર્ધી કોણ હશે. તેઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છે છે. એટલે જ આજે આપણે એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં આટલા મેડલ્સ જીતી શક્યા છીએ. સરકાર સહાયક છે અને અમને દરેક જગ્યાએથી સમર્થન પણ મળી રહ્યું છે. અમારે હવે ઓલિમ્પિકમાં પોતાનું કૌશલ સાબિત કરવાનો પ્રયાસ કરવાનો છે."


  • Follow us on: