- નેપાળની ટીમ T20 વર્લ્ડકપ 2024 માટે ક્વોલિફાય
- T20 વર્લ્ડકપ 2024 યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
- નેપાળની ટીમ ત્રિકોણીય સિરીઝ રમવા માટે ભારત આવશે
નેપાળની ટીમ છેલ્લા કેટલાક સમયથી સારૂ પ્રદર્શન કરી રહી છે. ટીમ એશિયા કપમાં પણ પ્રથમ વખત જગ્યા બનાવી છે. આ સાથે એશિયા ક્વોલિફાયરની ફાઇનલમાં પહોંચીને T20 વર્લ્ડકપ 2024 માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. હવે આ ટીમ T20 વર્લ્ડકપની તૈયારીઓ માટે ભારતનો પ્રવાસ કરશે.
T20 વર્લ્ડકપની તૈયારીઓમાં મદદ કરશે
નેપાળની ટીમ ત્રિકોણીય સિરીઝ રમવા માટે ભારત આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નેપાળની ટીમને T20 વર્લ્ડકપની તૈયારીઓમાં મદદ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ટીમ ગુજરાત અને બરોડાની ટીમો સાથે ફ્રેન્ડશીપ કપ રમશે.
આ સિરીઝમાં કુલ 7 મેચો રમાશે
આ સિરીઝ હેઠળ કુલ 7 મેચ રમાશે. તમને જણાવી દઈએ કે આ પહેલા BCCIએ પણ અફઘાનિસ્તાન ટીમને મદદ કરી હતી. BCCIએ લગભગ એક દાયકાથી અફઘાનિસ્તાન ટીમને મદદ કરી છે. તેની અસર તેમના પરફોર્મન્સ પર પણ પડી રહી છે.
ત્રિકોણીય સિરીઝ 31 માર્ચથી શરૂ થશે
નેપાળની ટીમ 31 માર્ચથી ત્રિકોણીય સિરીઝ શરૂ કરશે. બપોરે 1 વાગ્યાથી પ્રથમ મેચ ગુજરાત સામે રમાશે. બીજી મેચ 1 એપ્રિલે ગુજરાત અને બરોડા વચ્ચે રમાશે. આ પછી ત્રીજી મેચ નેપાળ અને બરોડા વચ્ચે 2 એપ્રિલે રમાશે. ત્યારબાદ 3જી એપ્રિલે નેપાળ વિરુદ્ધ ગુજરાત, 4 એપ્રિલે બરોડા વિરુદ્ધ ગુજરાત, 5મી એપ્રિલે નેપાળ વિરુદ્ધ બરોડા અને 7 એપ્રિલે ફાઇનલ મેચ રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ અને UAS વચ્ચે મેચ રમાશે
નોંધનીય છે કે T20 વર્લ્ડ઼કપ 2 જૂન 2024થી શરૂ થશે. પ્રથમ મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. જેમાં કુલ 55 મેચો રમાશે. ફાઈનલ 29 જૂને રમાશે. આ વખતે T20 વર્લ્ડકપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં થઈ રહ્યું છે. આ વખતે 20 ટીમો ભાગ લેશે. જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનને A ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ગ્રૂપમાં આયર્લેન્ડ, કેનેડા અને યુએસએના નામ પણ સામેલ છે. નેપાળની ટીમની વાત કરીએ તો તે ગ્રુપ Dમાં છે. નેપાળ ઉપરાંત બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ અને શ્રીલંકા પણ આ ગ્રુપમાં સામેલ છે. આ પહેલીવાર છે જ્યારે T20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.