• પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડે યુનાઇટેડ સ્ટેટ્સને 3-1થી હરાવ્યું

  • નેધરલેન્ડ સાતમી વખત અંતિમ-8માં પહોંચ્યું 
  • અમેરીકાનું અંતિમ-8માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું

ફૂટબોલ વર્લ્ડ કપમાં આજથી નોકઆઉટ મેચો શરૂ થઈ ગઈ છે. પ્રથમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડે યુનાઇટેડ સ્ટેટ્સને 3-1થી હરાવ્યું. આ જીત સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. ત્યાં તેનો મુકાબલો આર્જેન્ટિના કે ઓસ્ટ્રેલિયા સાથે થશે. નેધરલેન્ડની ટીમ 2014 બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તે 2018માં ક્વોલિફાય થઈ શક્યો નહોતો. નેધરલેન્ડ સાતમી વખત અંતિમ-8માં પહોંચ્યું છે.

નેધરલેન્ડ સાતમી વખત અંતિમ-8માં પહોંચ્યું

નેધરલેન્ડે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં યુનાઇટેડ સ્ટેટ્સને 3-1થી હરાવ્યું. આ જીત સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. અમેરિકન ટીમનું 2002 બાદ અંતિમ-8માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. નેધરલેન્ડની મેચમાં મેમ્ફિસ ડેપેએ પ્રથમ ગોલ કર્યો હતો. તેણે 10મી મિનિટે જ ટીમને લીડ અપાવી હતી. હાફ ટાઈમ પહેલા ડેલી બ્લાઈન્ડે ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી હતી. 76મી મિનિટમાં, હાજી રાઈટે યુનાઈટેડ સ્ટેટ્સ માટે ગોલ કર્યો, પરંતુ પાંચ મિનિટ પછી, ડેન્ઝેલ ડમફ્રાઈસે ગોલ કરીને નેધરલેન્ડની લીડ વધારીને 3-1 કરી હતી.

  • Follow us on: