• ન્યૂઝીલેન્ડ 7/322, વિલ યંગ 70, નેધરલેન્ડ્સ 223, સાન્તેનર 5/59

  • ન્યૂઝીલેન્ડની ટીમે સાત વિકેટે 322 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો
  • નેધરલેન્ડ્સની ટીમ 46.3 ઓવરમાં 223 રનના સ્કોરે ઓલઆઉટ

ઓપનર વિલ યંગ (70), રચિન રવીન્દ્ર અને સુકાની ટોમ લાથામની અડધી સદી બાદ મેન ઓફ ધ મેચ બનેલા સ્પિનર મિચેલ સાન્તેનરે 59 રનમાં પાંચ વિકેટ ઝડપતા ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપની લીગ મેચમાં નેધરલેન્ડ્સ સામે 99 રનથી વિજય હાંસલ કર્યો હતો. કિવિ ટીમનો આ સતત બીજો વિજય છે. નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે સાત વિકેટે 322 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. રચિન રવીન્દ્રે 51 બોલમાં 51 તથા લાથામે 46 બોલમાં 53 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ્સની ટીમ 46.3 ઓવરમાં 223 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલિન એકરમાને 73 બોલમાં પાંચ બાઉન્ડ્રી વડે ટીમ માટે સર્વાધિક 69 રન બનાવ્યા હતા. સુકાની સ્કોટ એડવર્ડસે 30 રનનું યોગદાન આપ્યું હતું. મેટ હેનરીએ 40 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.


  • Follow us on: