• ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ
  • બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ છે બહાર

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડની 5 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 23.2 ઓવરમાં 5 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. જેથી હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બન્યો છે. પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોટા અંતરથી જીત મેળવવી પડશે. આજની મેચની વાત કરવામાં આવે તો, ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવેએ 42 બોલમાં 45, રચિન રવિન્દ્રએ 34 બોલમાં 42, કેન વિલિયમ્સને 15 બોલમાં 15, માર્ક ચેપમેને 6 બોલમાં 7, ડેરીલ મિચેલે 31 બોલમાં 43 રન, ગ્લેન ફિલિપ્સે 10 બોલમાં 17 રન અને ટોમ લાથમે 2 બોલમાં 2 રન કર્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, મહિષ તિક્ષ્ણાએ 7 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ, દુષ્મંથા ચમીરાએ 4 ઓવરમાં 20 રન આપીને 1 અને એન્જેલો મેથ્યૂઝે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત દિલશાન મદુશંકાએ 6.2 ઓવરમાં 58 અને ધનંજય ડી સિલ્વાએ 2 ઓવરમાં 22 રન આપ્યા છે.

શ્રીલંકા માટે કોનવે અને રચિન રવિન્દ્રએ ઓપનિંગ કર્યું

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ન્યૂઝીલેન્ડની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો છે.

શ્રીલંકાની ઈનિંગ

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં શ્રીલંકાની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 172 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકા માટે ઓપનર પથુમ નિસાંકા 8 બોલમાં 2, કુસલ પરેરા 28 બોલમાં 51, કુસલ મેન્ડિસ 7 બોલમાં 6, સદિરા સમરવિક્રમા 2 બોલમાં 1, ચારિથ અસલંકા 8 બોલમાં 8, એન્જેલો મેથ્યૂઝ 27 બોલમાં 16, ધનંજય ડી સિલ્વા 24 બોલમાં 19 અને ચમિરા કરૂણારત્ને 17 બોલમાં 6, મહિષ તિક્ષ્ણા 97 બોલમાં 38 રન, દુષ્મંથા ચમીરા 20 બોલમાં 1 અને દિલશાન મદુશંકાએ 49 બોલમાં 19 રન કર્યા છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 10 ઓવરમાં 37 રન આપીને 3, ટીમ સાઉથીએ 8 ઓવરમાં 52 રન આપીને 1, લોકી ફ્રર્ગ્યૂશને 10 ઓવરમાં 35 રન આપીને 2, મિચેલ સેન્ટનરે 10 ઓવરમાં 22 રન આપીને 2 અને રચિન રવિન્દ્રએ 7.4 ઓવરમાં 22 રન કરીને 2 વિકેટ લીધી છે. આ સાથે ગ્લેન ફિલિપ્સે 1 ઓવરમાં 3 રન આપ્યા છે.

25 ઓવર બાદ શ્રીલંકાની સ્થિતિ

શ્રીલંકાની 25 ઓવરની ઈનિંગ પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ શ્રીલંકાએ 8 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા છે. શ્રીલંકાનો ઓપનર પથુમ નિસાંકા 8 બોલમાં 2, કુસલ પરેરા 28 બોલમાં 51, કુસલ મેન્ડિસ 7 બોલમાં 6, સદિરા સમરવિક્રમા 2 બોલમાં 1, ચારિથ અસલંકા 8 બોલમાં 8, એન્જેલો મેથ્યૂઝ 27 બોલમાં 16, ધનંજય ડી સિલ્વા 24 બોલમાં 19 અને ચમિરા કરૂણારત્ને 17 બોલમાં 6 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે મહિષ તિક્ષ્ણા 23 બોલમાં 3 રન કરીને અને દુષ્મંથા ચમીરા 6 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 6 ઓવરમાં 30 રન આપીને 3, ટીમ સાઉથીએ 5 ઓવરમાં 43 રન આપીને 1, લોકી ફ્રર્ગ્યૂશને 6 ઓવરમાં 25 રન આપીને 2 અને મિચેલ સેન્ટનરે 7 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત રચિન રવિન્દ્રએ 1 ઓવરમાં 6 રન આપ્યા છે. 

10 ઓવર બાદ શ્રીલંકાની સ્થિતિ

શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. આ બંને વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ શ્રીલંકાએ 5 વિકેટના નુકસાને 74 રન બનાવ્યા છે. શ્રીલંકાનો ઓપનર પથુમ નિસાંકા 8 બોલમાં 2, કુસલ પરેરા 28 બોલમાં 51, કુસલ મેન્ડિસ 7 બોલમાં 6, સદિરા સમરવિક્રમા 2 બોલમાં 1 અને ચારિથ અસલંકા 8 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે એન્જેલો મેથ્યૂઝ 4 બોલમાં શૂન્ય અને ધનંજય ડી સિલ્વા 3 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 5 ઓવરમાં 26 રન આપીને 3, ટીમ સાઉથીએ 2 ઓવરમાં 35 રન આપીને 1 અને લોકી ફર્ગ્યૂશને 2 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે.

કુસલ પરેરાએ ફટકારી ફાસ્ટેસ્ટ ફિફ્ટી

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં કુસલ પરેરાએ ફિફ્ટી ફટકારી છે. પરેરાએ પોતાની આ ફિફ્ટી માત્ર 22 બોલમાં પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, મેચની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડનો દબદબો હતો. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાના 3 ખેલાડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આમ છતાં કુસલ પરેરાએ પોતાની ફિફ્ટી પૂર્ણ કરી છે.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની 41મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શ્રીલંકાના બેટ્સમેન પથુમ નિસાંકા અને કુસલ પરેરા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઓવર નાખવા આવ્યો છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપની 41મી મેચ રમવામાં આવશે. આ મેચ બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ન્યૂઝીલેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા વર્લ્ડકપની સેમીફાઈનલની રેસમાંથી બહાર થયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ પાસે હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની તક છે.

આજે વર્લ્ડકપ 2023ની 41મી મેચ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.સેમીફાઈનલમાં ચોથી ટીમ કોણ હશે તે સ્થિતિ આજે ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ શકે છે. જો કીવી ટીમ આજની મેચમાં મોટા માર્જિનથી જીત મેળવે છે તો તેનું સેમીફાઈનલ રમવું લગભગ નિશ્ચિત થઈ જશે. સાથે નાના માર્જિનથી જીત અથવા હાર તેને સેમીફાઇનલમાંથી દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે મોટી જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

શ્રીલંકા માટે પણ આજની મેચ મહત્વની

આ મેચ શ્રીલંકા માટે પણ મહત્વની છે. જો કે, શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ જો તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કરવું હોય તો પોઈન્ટ ટેબલમાં ટોપ-8માં રહેવું જરૂરી રહેશે. જો તે આમ કરવામાં અસમર્થ રહેશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટ ગુમાવી શકે છે. અત્યારે શ્રીલંકાની ટીમ 8 મેચમાં 2 જીત બાદ 9માં સ્થાને છે. ટોપ-8માં આવવા માટે શ્રીલંકાએ કોઈપણ ભોગે મેચ જીતવી પડશે.

પિચ રિપોર્ટ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધી 29 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 18 વખત 300+ સ્કોર કરવામાં આવ્યો છે. આ વર્લ્ડકપમાં અહીં રમાયેલી ત્રણ મેચમાં 2 વખત ભારે રન જોવા મળ્યા છે. અહીં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે 350+ રન બનાવ્યા છે. બાકીની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઇ હતી.જો કે, તેનું કારણ પિચ નહીં પરંતુ ઈંગ્લેન્ડની બેટિંગ હતી. અહીં મોટાભાગની મેચોમાં રનનો પીછો કરતી ટીમ વિજયી રહી છે. જો કે, જો પ્રથમ બેટિંગ કરતી વખતે જોરદાર સ્કોર બનાવવામાં આવે છે,

લોકી ફર્ગ્યૂસન આજે કરી શકે વાપસી

ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસન આજે ન્યૂઝીલેન્ડની ટીમમાં વાપસી કરી શકે છે. તેની સાથે કાયલ જેમિસન પણ મેદાનમાં જોવા મળી શકે છે. કેન વિલિયમસન છેલ્લી મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ આ મોટી મેચમાં ટીમ મેનેજમેન્ટ કોઈપણ ભોગે તેને મેદાનમાં જોવા માંગશે. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફારનો અવકાશ જણાતો નથી.

બંને દેશની પ્લેઇંગ ઇલેવન:

ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિચેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટોમ લાથમ (વિકેટકીપર), ટીમ સાઉથી, લોકી ફર્ગ્યૂશન, ટ્રેન્ટ બોલ્ટ

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરૂણારત્ને, મહિષ તિક્ષ્ણા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા

  • Follow us on: