આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 16માં ઇજિપ્ત સામે 3-2થી રોમાંચક જીત મેળવીને ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. શનિવાર 11 જુલાઈના રોજ કેન્સાસ સિટીમાં યોજાનારી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે.ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને એટલાન્ટામાં રમાયેલી રાઉન્ડ ઓફ 16ની મેચમાં બહાર થવાનો ભય હતો.
સ્ટોપેજ ટાઇમમાં ગોલ કરીને આ શાનદાર જીત અપાવી
ઇજિપ્તે યાસર ઇબ્રાહિમના હેડર દ્વારા આશ્ચર્યજનક લીડ મેળવી હતી અને લિયોનેલ મેસીએ પેનલ્ટી ગુમાવી હતી જે સામાન્ય રીતે જોવા મળતું નથી. જોકે, આર્જેન્ટિનાએ બીજા હાફમાં વાપસી કરી હતી અને એન્ઝો ફર્નાન્ડીઝે સ્ટોપેજ ટાઇમમાં ગોલ કરીને આ શાનદાર જીત અપાવી હતી.
આર્જેન્ટિના પર શાનદાર સરસાઈ મેળવી
ઇજિપ્તએ શરૂઆતમાં આર્જેન્ટિના પર શાનદાર સરસાઈ મેળવી હતી.15મી મિનિટે યાસિર ઇબ્રાહિમે શાનદાર ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ,ફર્સ્ટ હાફ પૂરો થાય તે પહેલાં 21મી મિનિટે આર્જેન્ટિનાને પેનલ્ટી દ્વારા ગોલ કરવાની તક મળી હતી.પરંતુ મેસી પેનલ્ટીને ગોલમાં ફેરવી શક્યા નહીં અને ચૂકી ગયા.મિસ્રના ગોલકીપર મુસ્તફા શોબૈરે કમાલનો સેવ કરીને મેસીને નિરાશ કર્યા હતા.આ એક એવો ક્ષણ હતો જેણે મેચના રોમાંચને ચરમસીમા પર પહોંચાડી દીધો હતો.ફર્સ્ટ હાફમાં આર્જેન્ટિના પર મિસ્રનું વર્ચસ્વ રહ્યું હતું. 15મી મિનિટે યાસિર ઇબ્રાહિમના ગોલનો ફાયદો ટીમને મળ્યો અને મિસ્ર હાફ ટાઇમ સુધી 1-0થી આગળ રહ્યું. બીજા હાફમાં પણ મિસ્રની ટીમે કમાલ કરી અને 67મી મિનિટે મોસ્તફા ઝિકોએ બીજો ગોલ કરીને આર્જેન્ટિનાને મેચમાંથી લગભગ બહાર કરી દીધું હતું.
આર્જેન્ટિનાએ પ્રથમ ગોલ કરીને વાપસીની આશા જીવંત રાખી
આર્જેન્ટિના સામે 2-0ની સરસાઈ બનાવીને ઈજિપ્ત ઇતિહાસ રચવાની તૈયારીમાં હતું.આખરે આર્જેન્ટિનાએ પ્રથમ ગોલ કરીને વાપસીની આશા જીવંત રાખી હતી.આર્જેન્ટિના માટે ક્રિસ્ટિયન રોમેરોએ 79મી મિનિટે અને લિયોનેલ મેસીએ 83મી મિનિટે ગોલ કરીને ટીમની જોરદાર વાપસી કરાવી.ત્યારબાદ અંતિમ સમયમાં એન્ઝો ફર્નાન્ડીઝે હેડરથી ગોલ કર્યો, ઇન્જરી ટાઇમમાં આર્જેન્ટિના 3-2થી આગળ થઈ ગયું અને આ રીતે આર્જેન્ટિનાની ટીમ મેચ જીતવામાં સફળ રહી. પહેલા હાફમાં પાછળ રહ્યા બાદ આર્જેન્ટિનાએ છેલ્લા સમયમાં સતત ત્રણ ગોલ કરીને ચમત્કાર કરી દીધો.મેસીએ આ મેચમાં એક ગોલ કરીને ઇતિહાસ રચ્યો છે.આર્જેન્ટિનાના ઇતિહાસમાં એક જ વર્લ્ડ કપમાં 8 ગોલ કરનાર મેસી બીજા ખેલાડી બન્યા છે. તેમણે ગિલેર્મો સ્ટેબિલની બરાબરી કરી છે.
આ પણ વાંચોઃ FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું