એશિયા કપ 2025માં આગામી ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ કાઉન્સિલ અને એશિયા કપ ક્રિકેટ મેનેજમેન્ટનો તણાવ ખરા અર્થમાં વધી ગયો છે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આમ થવા પાછળનું એક ચોંકાવનારું કારણ આપ્યું છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા કારણ
મળતી માહિતી મુજબ 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર સંકટના કાળા વાદળ ઘેરાઈ ગયા છે, કેમકે એશિયા કપ 2025માં આગામી ભારત-પાકિસ્તાન મેચમાં પહેલી વાર ખાલી સ્ટેડિયમ રહેવાની ભીતિ સેવાઇ રહી છે. આ વખતે ક્રિકેટ રસિકોને જાણે ભારત-પાકિસ્તાન મેચમાં કોઈ રસ ન રહ્યો હોય એવો ઘાટ ઘડાયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં ન હોવાને કારણે ચાહકો આ ટુર્નામેન્ટમાં વધુ રસ દાખવી રહ્યા નથી.













