સંજુ સેમસને એશિયા કપ 2025 T20 ક્રિકેટમાં સ્થાન મળતાની સાથેજ તેનો દમ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. એવામાં સંજુ સેમસને T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને એક મોટી છલાંગ લગાવી છે.


એમએસ ધોનીને પાછળ છોડી દીધો

આ ટાઇટલ વાંચતાની સાથેજ થાલા પ્રેમીઓ ચોંકી શકે છે, કે આટલા દિગ્ગજ અને અનુભવી ખેલાડીને સંજુ સેમસને કઇ બાબતમાં પાછળ પાડી દીધો. વાસ્તવમાં સંજુ સેમસને ધોનીને તેનાજ એક સૌથી સ્ટ્રોંગ પાસામાં પાછળ છોડી દીધો છે. ઓમાન સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં રમતી વખતે ત્રણ છગ્ગા ફટકારીને તેણે T20 ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે.

સંજુ સેમસને T20માં ફટકાર્યા 353 છગ્ગા

એશિયા કપ 2025માં ભારત-ઓમાન સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં જ્યારે ઓમાન ક્રિકેટ ટીમ ભારતીય ટીમ પર જ્યારે ભારે પડી ગઈ હતી એ દરમિયાન સંજુ સેમસને આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને 45 બોલમાં 56 રન ફટકાર્યા હતા. આ મેચમાં તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા અને એ સાથેજ તે T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે ચોથા ક્રમે પહોંચી ગયો.

સંજુને એશિયા કપમાં પહેલી તક મળી

પાછલા ઘણા સમયથી સંજુ સેમસનને વનડે ક્રિકેટ અને T20માં કોઈને કોઈ કારણોસર સ્થાન મળતું ન હતું. સંજુ સેમસનના ચાહકો પણ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર મેનેજમેન્ટને સવાલ પૂછી રહ્યા હતા, એવામાં સંજુને શિયા કપમાં પહેલી તક મળતાની સાથેજ એશિયા કપ 2025ના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં તેણે સંકટ સમયે સંકટ મોચનની કામગીરી કરીને ટીમને જીત અપાવી હતી.


  • Follow us on: