બાંગ્લાદેશ સામે જીત મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીંમે ફાઈનલમાં ટિકિટ મેળવી લીધી છે.એશિયા કપ 2025ની ફાઈનલમાં હવે તેનો સામનો ભારત સામે થશે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આવું જોવા મળશે. જ્યારે ભારત અને પાકિસ્તાનની ફાઈનલ રમાશે. પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી એ વાત તો સમજીયા પરંતુ ફાઈનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાનની ટીમના કેપ્ટન સલમાન આગા અને કોચ માઈક હેસને જે કહ્યું તે ભારતીય ટીમ માટે પડકાર થી ઓછું નથી.

ફાઈનલમાં પહોંચતાની સાથે સલમાન આગાએ શું કહ્યું જાણો

હવે સવાલ એ છે કે, પાકિસ્તાનની ટીમના કેપ્ટન અને કોચે ફાઈનલમાં પહોંચ્યા બાદ શું કહ્યું? તેમણે કહ્યું કે, તેને ભારત સામે ભય હોય તેવું વ્યક્ત કરી દીધું છે. પાકિસ્તાનના કેપ્ટને ભારત સામે રમાનારી ફાઈનલને લઈ કહ્યું અને તેની ટીમ તેના માટે તૈયાર છે. હાલ તો જોશ જોશમાં ભારતની ટીમને પડકાર ફેંક્યો છે પરંતુ ફાઈનલ બાદ જાણવા મળશે કે, અસલી ચેમ્પિયન તો કઈ ટીમ છે.

દિવસે તારા જોઈ રહી છે પાકિસ્તાનની ટીમ

સલમાન આગાએ કહ્યું કે, તે જાણે છે કે, તેને શું કરવાનું છે?તેની ટીમ કોઈ પણ ટીમને હરાવવા માટે સક્ષમ છે. આ રવિવારના રોજ પુરી તૈયારી સાથે ભારતને હરાવવા માટે મેદાનમાં ઉતરશે.પાકિસ્તાનના કોચ માઈક હેસને ફાઈનલની ટિકિટ મળ્યા બાદ કહ્યું અમે 2017થી શ્રીલંકાને હરાવ્યું ન હતુ. અમે પહેલી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચી આ કામ કર્યું છે. એટલા માટે તેની ટીમ હવે ભારતને પણ ફાઈનલમાં હરાવી શકે છે.

પાકિસ્તાનના કેપ્ટન અને કોચ શું કહ્યું ?
પાકિસ્તાનના કેપ્ટન અને કોચ શાહીન શાહ આફ્રિદીનો ખાસ ઉલ્લેખ કર્યો, જેમને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. તેમણે કહ્યું, "શાહીન એક ખાસ ખેલાડી છે. તે ટીમને જે જોઈએ છે તે કરે છે. હું તેના માટે ખૂબ ખુશ છું. અમે 15 રન ઓછા પડ્યા. જે રીતે અમે શરૂઆતમાં બોલિંગ કરી, તેનાથી અમે દબાણ બનાવી શક્યા હોત. અમે નવા બોલથી સારી બોલિંગ કરી. જો તમે આવી બોલિંગ કરો છો, તો તમે ઘણીવાર મેચ જીતી શકો છો." શાહીન આફ્રિદીએ અગાઉ 13 બોલમાં 19 રન બનાવીને પાકિસ્તાનને લડાયક સ્કોર બનાવવામાં મદદ કરી હતી, અને પછી 17 રનમાં 3 વિકેટ લીધી હતી.

  • Follow us on: