મહિલા હોકી એશિયા કપ 2025 ચીનમાં રમાઈ રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને સિંગાપોરને હરાવ્યું. ભારતે મેચ 12-0થી જીતીને સિંગાપોરને હરાવ્યું. ભારત માટે નવનીત અને મુમતાઝ ખાને 3-3 ગોલ કર્યા.
ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
આ પહેલા ભારતીય ટીમે થાઈલેન્ડ સામે 11-0 થી જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટના સુપર-4માં એન્ટ્રી કરી છે. આ મેચમાં ભારત તરફથી નવનીત કૌર અને મુમતાઝ ખાને હેટ્રિક ફટકારીને સિંગાપોરને હરાવ્યું હતું. આ સિવાય નેહા, લાલરેમસિયામી, શર્મિલા દેવી અને ઋતુજા પિસાલે પણ ગોલ કરીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતે પહેલા ક્વાર્ટરમાં 4 ગોલ કર્યા હતા, જ્યારે બીજા ક્વાર્ટરમાં 3 ગોલ કરીને ટીમે હાફ ટાઈમ સુધી 7-0ની લીડ મેળવી હતી. આ પછી ભારતીય ટીમે ત્રીજા ક્વાર્ટરમાં 4 ગોલ અને છેલ્લા ક્વાર્ટરમાં 1 ગોલ કરીને શાનદાર વિજય નોંધાવ્યો હતો.
જાણો ક્યારે કર્યા ગોલ
ભારત માટે નવનીત (14મી, 18મી અને 28મી મિનિટ) અને મુમતાઝ ખાન (2જી, 32મી અને 38મી મિનિટ) એ ગોલ કર્યા, આ સિવાય લાલરેમસિયામી (13મી મિનિટ), શર્મિલા દેવી (45મી મિનિટ) અને ઋતુજા પિસલ (52મી મિનિટ) એ ગોલ કર્યા. નેહાએ 11મી અને 38મી મિનિટમાં બે ગોલ કર્યા.
ભારતે એશિયા કપ 2025ની પહેલી મેચમાં થાઈલેન્ડને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 11-0 થી જીતી હતી. આ પછી ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે 2-2 થી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં ભારતે સિંગાપોરને હરાવ્યું હતું. એશિયા કપ 2025 માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. એશિયા કપ જીતનાર ટીમ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનાર 2026 મહિલા વર્લ્ડકપ માટે ક્વોલિફાય થશે.
તમને જણાવી દઈએ કે બિહારના રાજગીરમાં રમાયેલા મેન્સ હોકી એશિયા કપ 2025માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલમાં સાઉથ કોરિયાને હરાવીને ઈતિહાસ રચ્યો.