એશિયન ગેમ્સ એશિયા ખંડની સૌથી મોટી રમતગમતની ઇવેન્ટ છે, જે ઓલિમ્પિકની જેમ દર ચાર વર્ષે યોજાય છે.જાપાનમાં ખાતે રમાઈ રહેલ એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતે સારી શરૂઆત કરી. આજે ગુરુવારના ભારતે શાનદાર પ્રદર્શન કરતા બે મેડલ જીતી લીધા.  રોશીબીના દેવીએ વુશુમાં સિલ્વર મેડલ જીત્યો જયારે સતનામ સિંહ, સલમાન ખાને રોઇંગમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતના ખાતામાં વધુ મેડલનો ઉમેરો કર્યો. એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતના ખાતા કુલ મેડલ 12 હતા.  જયારે આજે રોશીબીએ સિલ્વર અને સતનામ, સલમાને બ્રોન્ઝ જીતતા કુલ 14 મેડલ થયા. ભારતના ખાતામાં એક ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સનો ઇતિહાસ

દરવર્ષે એશિયન ગેમ્સનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા કરવામાં આવે છે. 1951 બાદથી આ સ્પર્ધા સતત યોજાઈ રહી છે. અત્યારસુધીમાં ભારતે 1951 અને 1982 માં એમ 2 વાર આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. દુનિયાના દેશો ટેકનોલોજીના કારણે વધુ વિસ્તરી રહ્યા છે. ત્યારે સમય જતાં એશિયન ગેમ્સમાં રમતોની સંખ્યા અને ભાગ લેનારા દેશોની સંખ્યા સતત વધી છે.