કબડ્ડીમાં બે સુવર્ણ ચંદ્રક સહિત કુલ સાત ચંદ્રક જીત્યા બાદ ભારત એશિયન ગેમ્સના આઠમાં દિવસે પોતાની જીતની ગતિ જાળવી રાખવાના પ્રયાસમાં રહેશે. આજે સૌની નજર સ્ક્વોશ પર રહેશે, જ્યાં ભારતને બે સુવર્ણ ચંદ્રકની આશા છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં અનાહત સિંહનો સામનો મલેશિયાની શિવસંગરી સુબ્રમણ્યમ સામે, જ્યારે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં અભય સિંહનો મુકાબલો મલેશિયાના એનગ ઈન યોવ સામે થશે. બીજી તરફ, 10 મીટર કેટેગરીમાં મેડલથી ચૂકી ગયેલી મનુ ભાકર હવે 25 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીમાં ભારતના ખાતામાં 4 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 32 મેડલ આવ્યા છે અને મેડલ ટેલીમાં ભારત 11માં સ્થાને પહોંચ્યું છે.