એશિયન ગેમ્સ 2026માં ભારતે પ્રથમ દિવસે 2 સિલ્વર મેડલ સાથે શાનદાર શરૂઆત કર્યા બાદ હવે 21 સપ્ટેમ્બરે મેડલ સંખ્યા વધારવા માટે ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. બીજા દિવસે શૂટિંગ, MMA, ટેબલ ટેનિસ, હોકી, કબડ્ડી, બેડમિન્ટન, બોક્સિંગ સહિત અનેક રમતોમાં ભારતના ખેલાડીઓ મહત્વના મુકાબલા રમશે.

ભારત માટે ખાસ બની શકે છે.

ભારત માટે ખાસ બની શકે છે. શૂટિંગમાં હિમાન્શુ ઢિલ્લોં, પાર્થ માને અને રુદ્રાંક્ષ પાટીલ પાસેથી મેડલની આશા રહેશે. પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ વ્યક્તિગત તેમજ ટીમ સ્પર્ધામાં પડકાર રજૂ કરશે. ક્વોલિફિકેશનમાં સફળતા મળે તો સવારે 9 વાગ્યે વ્યક્તિગત ફાઇનલમાં પણ ભારતીય ખેલાડીઓ જોવા મળી શકે છે.

ટેબલ ટેનિસમાં ભારત-પાકિસ્તાન મુકાબલો

ટેબલ ટેનિસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર પણ સૌની નજર રહેશે. ભારતીય મહિલા ટીમ સવારે 6:15 વાગ્યે ગ્રુપ Fમાં પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ પુરુષ ટીમ બપોરે 3:30 વાગ્યે પાકિસ્તાન સામે ટકરાશે. બંને મુકાબલા એશિયન ગેમ્સના બીજા દિવસના આકર્ષણનું કેન્દ્ર રહેશે.

MMAમાં સુચિકા તારિયાલનો સેમિફાઇનલ મુકાબલો

મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સુચિકા તારિયાલ મહિલા ટ્રેડિશનલ 60 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં સિંગાપોરની તેઓ હુઇ હૂન સામે રમશે. ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને સુચિકાએ ભારત માટે મેડલ નિશ્ચિત કરી દીધો છે. હવે તેની નજર ફાઇનલમાં સ્થાન મેળવવા પર રહેશે.

https://x.com/Media_SAI/status/2101706684225950015?s=20


હોકી અને કબડ્ડીમાં પણ ભારત મેદાનમાં

ભારતીય મહિલા હોકી ટીમ સવારે 9:30 વાગ્યે ઇન્ડોનેશિયા સામે પૂલ Bની મેચ રમશે. કબડ્ડીમાં ભારતીય પુરુષ ટીમ સવારે 9:45 વાગ્યે ગ્રુપ Aમાં જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. મહિલા કબડ્ડી ટીમ સાંજે 4:15 વાગ્યે બાંગ્લાદેશ સામે રમશે.બેડમિન્ટનમાં ભારતીય પુરુષ ટીમ સવારે 11:30 વાગ્યે પ્રથમ રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે ઉતરશે. બોક્સિંગમાં સુમિત પુરુષોના 70 કિગ્રા વર્ગના રાઉન્ડ ઓફ 32માં બુન્ઝોંગ સિન્સિરી સામે મુકાબલો કરશે.

21 સપ્ટેમ્બરે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

સેપક ટકર: સવારે 5:30 વાગ્યે ભારત vs જાપાન

શૂટિંગ: સવારે 6:15 વાગ્યે 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન

શૂટિંગ: સવારે 6:30 વાગ્યે પુરુષ અને મહિલા સ્કીટ

શૂટિંગ: સવારે 9:00 વાગ્યે 10 મીટર એર રાઇફલ ફાઇનલ, ક્વોલિફિકેશન પર આધારિત

ટેબલ ટેનિસ: સવારે 6:15 વાગ્યે મહિલા ભારત vs પાકિસ્તાન

ટેબલ ટેનિસ: બપોરે 3:30 વાગ્યે પુરુષ ભારત vs પાકિસ્તાન

MMA: સવારે 8:00 વાગ્યે સુચિકા તારિયાલનો સેમિફાઇનલ મુકાબલો

હોકી: સવારે 9:30 વાગ્યે ભારત vs ઇન્ડોનેશિયા

કબડ્ડી: સવારે 9:45 વાગ્યે ભારત vs જાપાન

કબડ્ડી: સાંજે 4:15 વાગ્યે ભારત vs બાંગ્લાદેશ

બેડમિન્ટન: સવારે 11:30 વાગ્યે ભારત vs બાંગ્લાદેશ

બોક્સિંગ: બપોરે 2:45 વાગ્યે સુમિતનો મુકાબલો

આ પણ વાંચો - Asian Games 2026: શૂટિંગમાં ભારતને 2 સિલ્વર મેડલ, જુઓ મેડલ ટેબલમાં ક્યાં છે ભારત?