એશિયન ગેમ્સ 2026માં ભારતે 3 ઓક્ટોબરના અંતિમ સ્પર્ધાત્મક દિવસે જોરદાર પ્રદર્શન કર્યું. ભારતના ખેલાડીઓએ એક જ દિવસમાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ જીત્યા. આ સાથે ભારતનું આખું અભિયાન 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ, કુલ 85 મેડલ સાથે પૂરું થયું. ભારત મેડલ ટેબલમાં ચોથા નંબરે રહ્યું. ભારત અને ઉઝબેકિસ્તાનના ગોલ્ડની સંખ્યા 21-21 હતી, પરંતુ ભારતના સિલ્વર મેડલ વધુ હોવાથી ભારત આગળ રહ્યું. ભારત સતત બીજી એશિયન ગેમ્સમાં ચોથા નંબરે રહ્યું. 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે 28 ગોલ્ડ સહિત કુલ 106 મેડલ જીત્યા હતા. આ વખતે કુલ મેડલની સંખ્યા 85 રહી, પરંતુ અંતિમ દિવસે 5 ગોલ્ડ સાથે ભારતે જોરદાર અંત કર્યો
