ભારતીય ટીમે જાપાનના આઈચી નાગોયામાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2026માં અત્યાર સુધીમાં કુલ 23 મેડલ જીત્યા છે. શૂટિંગ, ટેબલ ટેનિસ અને એથ્લેટિક્સમાં મેડલ જીતવા સાથે એશિયન ગેમ્સમાં ભારતનું અભિયાન વેગવંતુ બન્યું છે. કમલજીત અને સુરુચિ સિંહે ગોલ્ડ મેડલ જીત્યા, જ્યારે પુરુષોની 50 મીટર રાઇફલ ‘3 પોઝિશન્સ’ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો. મનુષ શાહ અને દિયા ચિતાલે ચીન સામેની સેમિફાઇનલમાં હાર્યા બાદ મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ સાથે સ્પર્ધાનું સમાપન કર્યું. ત્યારબાદ મનપ્રીત કૌરે મહિલાઓના શોટ પુટમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની કુલ મેડલ સંખ્યા 21 સુધી પહોંચાડી હતી. ત્યારબાદ ગુલવીર સિંહે શાનદાર દોડ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે બારાનિકા ઈલાંગોવને મહિલાઓની પોલ વોલ્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. આ બંને મેડલ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા હવે 23 થઈ ગઈ છે.
