જાપાનમાં આજે એશિયન ગેમ્સ 2026નો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ દરમિયાન ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચી ગયા છે.જાપાન પહોંચ્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જાપાનના એક પરંપરાગત સમારોહમાં પણ ભાગ લીધો હતો.આ દરમિયાન તેમણે જાપાનની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક મેળવી હતી.

આજે યોજાશે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

જાપાનના આઈચી-નાગોયામાં આજે એશિયન ગેમ્સ 2026નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ભારત સહિત એશિયાના વિવિધ દેશોના રમતવીરો આ ભવ્ય સમારોહમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે.ઉદ્ઘાટન સમારોહને લઈને ભારતીય ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભારતીય દળ આગામી દિવસોમાં વિવિધ રમતોમાં મેડલ માટે પડકાર રજૂ કરશે.

https://x.com/mansukhmandviya/status/2101160059195809972?s=20


496 સભ્યોનું ભારતીય દળ

એશિયન ગેમ્સ 2026 માટે ભારતનું 496 સભ્યોનું દળ જાપાન પહોંચ્યું છે. ભારતીય ખેલાડીઓ અનેક રમતોમાં ભાગ લઈને દેશ માટે વધુમાં વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.ભારતનું લક્ષ્ય અગાઉના એશિયન ગેમ્સના શાનદાર પ્રદર્શનને આગળ વધારવાનું રહેશે.ભારતીય ખેલાડીઓમાં શૂટિંગ,એથ્લેટિક્સ,બેડમિન્ટન,કુસ્તી,બોક્સિંગ અને ક્રિકેટ સહિત અનેક રમતોમાં મેડલની આશા છે.

મનુ ભાકર બનશે ભારતની ધ્વજવાહક

ભારતીય શૂટર મનુ ભાકર ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળની ધ્વજવાહક બનશે.મનુ ભાકર ભારતની અગ્રણી શૂટર્સમાં સામેલ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે મહત્વપૂર્ણ સફળતા મેળવી ચૂકી છે.એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સાથે હવે ભારતીય ખેલાડીઓના મેડલ અભિયાન પર સમગ્ર દેશની નજર રહેશે.

આ પણ વાંચો - Asian Games 2026 Day 1: આજથી રોમાંચ શરૂ, પહેલા જ દિવસે ભારતને મેડલની આશા