એશિયન ગેમ્સ 2026માં વિવિધ રમતોની સ્પર્ધાઓ વચ્ચે મેડલ માટેની રોમાંચક જંગ ચાલી રહી છે. ઉપલબ્ધ મેડલ ટેલી મુજબ ચીન 166 મેડલ સાથે પ્રથમ સ્થાને છે.ચીને અત્યાર સુધી 103 ગોલ્ડ,38 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.જાપાન 119 મેડલ સાથે બીજા સ્થાને છે.જ્યારે દક્ષિણ કોરિયા 68 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.ભારત હાલમાં 12મા સ્થાને છે.ભારતના ખાતામાં કુલ 26 મેડલ છે, જેમાં 2 ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.ભારતીય ખેલાડીઓએ શૂટિંગ, એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતોમાં મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.

ચીન મેડલ ટેલીમાં સૌથી આગળ

મેડલ ટેલીમાં ચીનનું પ્રદર્શન અત્યાર સુધી સૌથી મજબૂત રહ્યું છે. ચીને 103 ગોલ્ડ મેડલ સાથે કુલ 166 મેડલ જીત્યા છે. ચીનના મેડલમાં 38 સિલ્વર અને 25 બ્રોન્ઝનો પણ સમાવેશ થાય છે.જાપાન 30 ગોલ્ડ, 43 સિલ્વર અને 46 બ્રોન્ઝ સાથે કુલ 119 મેડલ મેળવીને બીજા ક્રમે છે. દક્ષિણ કોરિયાએ 13 ગોલ્ડ, 20 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 68 મેડલ જીત્યા છે.

Asian Games 2026 Medal Tally

ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન પણ ટોપ-5માં

મેડલ ટેલીમાં ઉઝબેકિસ્તાન ચોથા ક્રમે છે.તેના ખાતામાં 8 ગોલ્ડ,17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 34 મેડલ છે.કઝાકિસ્તાન પણ કુલ 34 મેડલ સાથે પાંચમા ક્રમે છે.કઝાકિસ્તાને 8 ગોલ્ડ, 8 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.આ રીતે ટોપ-5માં એશિયાની આ ટીમો વચ્ચે મેડલની સંખ્યાને લઈને સારી સ્પર્ધા જોવા મળી રહી છે.

ભારતના ખાતામાં 26 મેડલ

ભારતની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 26 મેડલ જીત્યા છે.તેમાં 2 ગોલ્ડ,11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.ભારત મેડલ ટેલીમાં 12મા ક્રમે છે.ભારત માટે શૂટિંગે મેડલ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.રાઇફલ અને અન્ય શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ પોડિયમ સ્થાન મેળવ્યું છે.એથ્લેટિક્સમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલની આશા વધી છે.એશિયન ગેમ્સ હજુ આગળ વધવાની સાથે મેડલ ટેલીમાં પણ સતત ફેરફાર થવાની શક્યતા છે.ભારતના ખેલાડીઓ આગામી દિવસોમાં વિવિધ રમતોમાં મેદાનમાં ઉતરવાના છે.તેથી ભારતના મેડલની સંખ્યામાં વધારો થઈ શકે છે.ભારતીય ખેલાડીઓ માટે હવે ગોલ્ડ મેડલની સંખ્યા વધારવાની સાથે મેડલ ટેલીમાં ઉપર જવાનો પડકાર રહેશે.અત્યાર સુધીના 26 મેડલ ભારતના અભિયાન માટે મહત્વપૂર્ણ છે અને આગામી સ્પર્ધાઓમાં વધુ સફળતા મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો - Asian Games 2026: માતાની ચિંતા ન વધે એટલે છુપાવ્યું જાપાન જવાનું રહસ્ય, સીમાએ જીત્યો ઐતિહાસિક કાંસ્ય