જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં વિવિધ રમતોમાં ખેલાડીઓ મેડલ માટે જોરદાર સ્પર્ધા કરી રહ્યા છે. અત્યાર સુધીની મેડલ ટેલીમાં ચીન સૌથી આગળ છે. ચીને કુલ 58 મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જાપાન 47 મેડલ સાથે બીજા અને દક્ષિણ કોરિયા 29 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.ભારતની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 11 મેડલ જીત્યા છે. તેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં 8મા ક્રમે છે.
ચીનનો મેડલ ટેલીમાં દબદબો
ચીને અત્યાર સુધી 26 ગોલ્ડ, 13 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કુલ 58 મેડલ સાથે ચીન મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને છે. ચીનના ગોલ્ડ મેડલની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ ઘણી વધારે છે.જાપાન 11 ગોલ્ડ, 17 સિલ્વર અને 19 બ્રોન્ઝ સાથે કુલ 47 મેડલ જીતવામાં સફળ રહ્યું છે. જાપાન હાલમાં બીજા ક્રમે છે. દક્ષિણ કોરિયાએ 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 18 બ્રોન્ઝ સહિત કુલ 29 મેડલ જીત્યા છે અને તે ત્રીજા સ્થાને છે.

