આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026 માં ભારત માટે ચોથો દિવસ મિશ્ર પરિણામવાળો જોવા મળ્યો. આ દિવસે સોફ્ટ ટેનિસમાં પણ એક મોટી સફળતા જોવા મળી, જેમાં જય મીનાએ ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જયારે મનુ ભાકર જેવા દિગ્ગજ પાસે ગોલ્ડ જીતવાની અપેક્ષા હતી તેમાં નિરાશા હાથ લાગી. મનુ ભાકર મેડલ રેસમાંથી બહાર થતા ભારતનું ગોલ્ડનું સપનું ચકનાચૂર થયું. જો કે વેઇટલીફ્ટર મીરાબાઈ ચાનુ એ સિલ્વર મેડલ જતી ફરી એકવાર દુનિયામાં ભારતનો ડંકો વગાડયો છે.
એશિયન ગેમ્સમાં મીરા બાઈ ચાનુએ જીત્યો સિલ્વર મેડલ
એશિયન ગેમ્સમાં વેઇટલિફ્ટીંગમાં સ્નેચ રાઉન્ડ પછી મીરાબાઈ ચાનુ ત્રીજા સ્થાને રહી હતી. ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં, મીરાબાઈ તેના પહેલા પ્રયાસમાં 106 કિલોગ્રામ વજન ઉપાડયું હતું. તે થોડા અઠવાડિયા પહેલા જ કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કુલ 190 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ક્લીન એન્ડ જર્કમાં 105 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું અને એશિયન ગેમ્સમાં 106 કિલોગ્રામથી શરૂઆત કરી હતી.
49 કિગ્રા વર્ગની સ્પર્ધામાં મીરાબાઈનું શાનદાર પ્રદર્શન
આ દિગ્ગજ વેઇટલિફ્ટરે આખરે એશિયન ગેમ્સમાં પોતાનો મોટો અવરોધ તોડી નાખ્યો છે! મહિલાઓની 49 કિગ્રા વર્ગની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ચાનુએ એશિયન ગેમ્સમાં પોતાનો સૌપ્રથમ મેડલ જીત્યો છે. ઉત્તર કોરિયાની રી સોંગ ગુમે 'ક્લીન એન્ડ જર્ક'માં 121 કિગ્રા વજન સફળતાપૂર્વક ઊંચકીને એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ તેમણે સુવર્ણ ચંદ્રક પણ હાંસલ કર્યો છે.
સ્નેચ રાઉન્ડ પછી મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલો વજન ઉપાડવાની સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી. સ્નેચ રાઉન્ડમાં મીરાબાઈએ 87 કિલો વજન ઉપાડ્યું હતું. આ સાથે જ ખંડીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ ન જીતી શકવાનો લાંબો દુષ્કાળ પણ સમાપ્ત કર્યો છે. મીરાબાઈ ચાનુનો સિલ્વર મેડલ જીત સાથે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો. મેડલ ટેલીમાં ભારત 11 મેડલ સાથે ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એશિયન ગેમ્સમાં અત્યાર સુધીની રમતમાં શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે.