એશિયન ગેમ્સનો 13મો ડે ભારત માટે સુવર્ણ દિવસ રહ્યો. આજે દિવસની શરૂઆત ભારતે ગોલ્ડ મેડલ જીતવાથી કરી હતી. તીરંદાજીમાં કુમકુમ મોહોદ, કીર્તિ અને અંકિતા ભકતની ત્રિપુટી અને બોક્સિંગમાં લવલીના અને પરવીન હુડા શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેળવ્યો. અત્યારે બોક્સિગમાં અંકુશ પંઘાલે ફાઈનલ મુકાબલો જીતતો ગોલ્ડની હેટ્રીક પૂરી થઈ. તેની સાથે સુજત કલકલે કુશ્તીમાં પ્રથમ વખત ગોલ્ડ જીતી ભારતનું નામ રોશન કર્યું.
બોક્સિંગમાં ભારતની ગોલ્ડન 'હેટ્રિક'
ભારતીય બોક્સિંગ રિંગમાંથી એક પછી એક વિજયના સમાચાર આવ્યા હતા.
- લવલીના બોરગોહેન: લવલીનાએ પોતાના ૨૯મા જન્મદિવસે દેશને અદ્ભુત ભેટ આપી હતી. તેણે મહિલાઓની ૭૫ કિગ્રા વર્ગની ફાઇનલમાં ચીનની ઝિયી બાઓને ૫-૦થી એકતરફી માત આપીને સોનાનો ચંદ્રક મેળવ્યો હતો.
- પરવીન હુડા: મહિલાઓની ૬૫ કિગ્રા વર્ગમાં પરવીને પેરિસ ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ચાઈનીઝ તાઈપેઈની ચેન નિયેન-ચિનને કાંટાની ટક્કરમાં ૩-૨ના 'સ્પ્લિટ ડિસિઝન'થી પરાજય આપ્યો હતો.
- અંકુશ પંઘાલ: લવલીના અને પરવીન બાદ અંકુશ પંઘાલે પણ પોતાની ફાઇનલ મેચ જીતીને ભારતીય બોક્સિંગ ક્ષેત્રે ગોલ્ડન 'હેટ્રિક' પૂર્ણ કરી હતી.
દક્ષિણકોરિયાની ટક્કર આપી અંકુશ પઘાલેની રોમાંચક જીત
શુક્રવારનો દિવસ ખરેખર ભારત માટે સોનું..સોનું લઈને આવ્યો. એશિયન ગેમ્સમાં ભારતીય બોક્સિંગ માટે ગોલ્ડન હેટ્રિક પૂર્ણ કરી, પુરુષોની 80 કિગ્રા ફાઇનલમાં દક્ષિણ કોરિયાના મિન્સેઓંગ કિમને હરાવીને આઈચી-નાગોયામાં દેશના બોક્સરો માટે યાદગાર દિવસનો અંત કર્યો.અંકુશે ટાઇટલ મુકાબલામાં પ્રભુત્વ મેળવ્યું. શરૂઆતનો રાઉન્ડ 4-1થી જીત્યો અને પછી બીજા રાઉન્ડમાં સર્વાનુમતે 5-0થી જીત મેળવીને કમાન્ડિંગ લીડ સ્થાપિત કરી. તેણે ત્રીજા રાઉન્ડમાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો, તેને 4-1થી જીતીને 4-0ના નિર્ણય સાથે ગોલ્ડ મેડલ પર મહોર લગાવી.
કુસ્તીમાં સુજીત કલકલની રોમાંચક વાપસી
પુરુષોની 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુસ્તીની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. ભારતના સુજીત કલકલનો મુકાબલો તાજિકિસ્તાનના વિશ્વ ચંદન વિજેતા પહલવાન અબ્દુલમાજિદ કુદીયેવ સામે હતો. મેચ પૂરી થવામાં જ્યારે 1 મિનિટ અને 40 સેકન્ડ બાકી હતી, ત્યારે સુજીત 2-9થી પાછળ ચાલી રહ્યો હતો અને જીત અશક્ય લાગતી હતી. પરંતુ હિંમત હાર્યા વગર સુજીતે આક્રમક રમત દાખવી અને સતત ત્રણ 'ટેકડાઉન' સફળતાપૂર્વક પૂર્ણ કરીને સ્કોર સરભર કરવા તરફ કૂચ કરી. મેચ પૂરી થવામાં માત્ર 11 સેકન્ડ બાકી હતી ત્યારે તાજિકિસ્તાનનો પહેલવાન સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સુજીતે છેલ્લી સેકન્ડોમાં અંતિમ આક્રમક 'ટેકડાઉન' કરીને 2 મહત્વપૂર્ણ પોઈન્ટ્સ મેળવ્યા અને સ્કોર 10-9 કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો.