યુએસએ, મેક્સિકો અને કેનેડા દ્વારા સહ-યજમાનિત ફિફા વર્લ્ડકપની 23મી સિઝન 11 જૂનથી શરૂ થઈ રહી છે. આ ઈવેન્ટ પહેલા એક નવો વિવાદ ઉભો થયો છે. ઈરાકના સ્ટ્રાઈકર આયમેન હુસૈનને યુનાઈટેડ સ્ટેટ્સ પહોંચતા જ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેની લગભગ 7 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.


ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે 3 દેશો સંયુક્ત રીતે ફિફા વર્લ્ડકપનું આયોજન કરી રહ્યા છે, જેમાં યુનાઈટેડ સ્ટેટ્સ યજમાનોમાંનું એક છે. આયમેન હુસૈન ઈરાકના ટીમનો મુખ્ય ખેલાડી છે, તે સ્ટ્રાઈકર છે. તેને ઈરાકના વર્લ્ડકપ બર્થમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને શિકાગો એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો, લગભગ 7 કલાક પૂછપરછ કરવામાં આવી અને પછી છોડી દેવામાં આવ્યો. પરંતુ ટીમના ફોટોગ્રાફરને પ્રવેશ આપવાની ના પાડવામાં આવી.

આયમેન હુસૈનના ફોનની પણ તપાસ કરવામાં આવી

મીડિયા રિપોર્ટ મુજબ ઈરાક રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને પણ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતો, 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને પ્રવેશ આપવાની ના પાડવામાં આવી. મીડિયા રિપોર્ટમાં ઈરાકના ફૂટબોલ ટીમ સાથે કામ કરતા એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પૂછપરછ દરમિયાન આયમેન હુસૈનના ફોનની પણ તપાસ કરવામાં આવી હતી.

ઈરાકના ફૂટબોલ એસોસિએશન તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી

અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈરાકના રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ખેલાડીના ફોનની જેમ જ તેમના ફોનની પણ તપાસ કરવામાં આવી હતી.

ઈરાકના ફૂટબોલ એસોસિએશન તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. આ વર્ષે યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે ફિફા વર્લ્ડકપનું આયોજન કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લઈ રહી છે, જે દરેકને 4 ટીમોના 12 ગ્રુપમાં વહેંચાયેલી છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: