લાંબા સમયથી ઈજાગ્રસ્ત ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સંપૂર્ણ ફિટ થયા બાદ નવા વર્ષની શરૂઆત મલેશિયા ઓપન સુપર 1000 માં જીત સાથે કરી હતી.30 વર્ષીય પીવી સિંધુ ગયા વર્ષે ઓક્ટોબરમાં પગની ઈજામાંથી સ્વસ્થ થઈ રહી હતી, જેના કારણે તેણીને સંપૂર્ણ ફિટ થયા પછી પાછા ફરવા માટે તમામ BWF વર્લ્ડ ટૂર ઇવેન્ટ્સમાંથી ખસી જવાની ફરજ પડી હતી. પીવી સિંધુનો સામનો મલેશિયા ઓપન સુપર 1000 ના પહેલા રાઉન્ડમાં ચાઇનીઝ તાઈપેઈની સુંગ શુઓ યુન સામે થયો હતો. આ મેચ બે સેટ સુધી ચાલી હતી, પરંતુ સિંધુને સખત લડાઈનો સામનો કરવો પડ્યો અને અંતે તે જીતી ગઈ.

પહેલા સેટમાં એકતરફી જીત 

પીવી સિંધુ અને ચાઇનીઝ તાઈપેઈની ખેલાડી સુંગ શુઓ યુન વચ્ચેનો પ્રથમ રાઉન્ડનો મહિલા સિંગલ્સ મુકાબલો 51 મિનિટ સુધી ચાલ્યો, જેમાં પીવી સિંધુએ પહેલો સેટ 21-14 થી આરામથી જીતી લીધો. ત્યારબાદ પીવી સિંધુએ બીજા સેટમાં ચાઇનીઝ તાઈપેઈની ખેલાડી સામે કઠિન સંઘર્ષનો સામનો કરવો પડ્યો, આખરે 22-20 થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હાલમાં વિશ્વમાં 18મા ક્રમાંક પર રહેલી પીવી સિંધુએ આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું, તેણે પોતાની કારકિર્દીમાં બીજી વખત સુંગ શુઓ યુનને હરાવ્યું. આગામી રાઉન્ડમાં પીવી સિંધુનો સામનો જાપાનની વિશ્વની નંબર ૯ ખેલાડી ટોમોકા મિયાઝાકી સામે થશે.

ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો બીજા સેટમાં શાનદાર જીત

ભારતીય મહિલા ડબલ્સ જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો મલેશિયા ઓપન સુપર લીગમાં ખરાબ શરૂઆત રહી હતી, તેઓ પ્રથમ રાઉન્ડમાં અમેરિકન જોડી સામે ત્રણ સેટની મેચમાં 2-1થી હારી ગયા હતા. ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો પ્રથમ સેટમાં પ્રેસ્લી સ્મિથ અને જેની ગાયની અમેરિકન જોડી સામે 15-21થી પરાજય થયો હતો. ત્યારબાદ ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોએ બીજા સેટમાં શાનદાર વાપસી કરીને 21-18થી જીત મેળવી હતી પરંતુ ત્રીજા સેટમાં લીડ જાળવી શક્યા ન હતા અને 15-21થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.


  • Follow us on: