ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ તેમની રમતમાં તો સફળ થયાજ છે પરંતુ એ સાથે સાથે તેઓએ હોટેલ અને રેસ્ટોરન્ટ લાઇનના ક્ષેત્રમાં પણ સાહસ કરીને ત્યાં પણ સફળતા મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણા મહાન ખેલાડીઓ છે જેમણે રેસ્ટોરન્ટ વ્યવસાય ક્ષેત્ર સાથે મોટી સફળતા હાંસલ કરી છે.
કપિલ દેવની કપિલ દેવ્સ ઇલેવન
ભારતીય ક્રિકેટ ટીમના એક એવા મહાન કેપ્ટન જેમણે વર્લ્ડ કપ જીતીને દેશનું સપનું પૂરું કર્યું હતું તેમની પટનામાં કપિલ દેવ્સ ઇલેવન નામની એક આલીશાન રેસ્ટોરન્ટ છે જે 2008માં તેમણે ખોલી હતી. ફૂડ પ્રેમીઓ માટે આ રેસ્ટોરન્ટ ખુબજ સારો વિકલ્પ છે ક્રિકેટની જૂની યાદો તાજી કરવા માટે અને જમવા માટે.
વિરાટ કોહલીની વન8 કોમ્યુન
વિરાટ કોહલી પણ વન8 કોમ્યુન નામથી એક રેસ્ટોરન્ટ ચેઇન ચલાવે છે. દિલ્હી, પુણે, કોલકાતા અને બીજા ઘણા મોટા શહેરોમાં આ રેસ્ટોરન્ટ ચેઇન ચાલી રહી છે. આ વન8 કોમ્યુનનું સૌથી મોટું આઉટલેટ જુહુ, મુંબઈમાં આવેલ છે જે સ્વર્ગસ્થ ગાયક કિશોર કુમારના બંગલામાં હાલ ચાલી રહ્યું છે.
ઝહીર ખાનનું ડાઇન ફાઇન
મહારાષ્ટ્રના પૂણેમાં ભારતના એક દિગ્ગજ ફાસ્ટ બોલરનું પણ રેસ્ટોરન્ટ આવેલું છે. આ રેસ્ટોરન્ટનું નામ છે ઝહીર ખાન ડાઇન ફાઇન કે જેના નામ પરથીજ અંદાજ આવી જાય છે કે આ રેસ્ટોરન્ટ કોની માલિકીની હશે. મહારાષ્ટ્ર પૂણેમાં રહેતા લોકો માટે આ એક બેસ્ટ ભોજન હોટસ્પોટ છે.
શિખર ધવનની ફ્લાઇંગ કેચ
ભારતીય ક્રિકેટ ટીમમાં ગબ્બરના હુલામણા નામથી જાણીતા એક દિગ્ગજ ખેલાડીએ દુબઈમાં 2023માં પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું હતું જેનું નામ છે 'ફ્લાઇંગ કેચ'. દુબઈમાં શરૂ કરવામાં આવેલ આ રેસ્ટોરન્ટની મોટા મોટા સેલેબ્રિટીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.
રવિન્દ્ર જાડેજાની જડ્ડુ'સ ફૂડ ફિલ્ડ
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજકોટમાં 'જડ્ડુ'સ ફૂડ ફિલ્ડ' નામનું પોતાનું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે . આ રેસ્ટોરન્ટની શરૂઆત 2012ના રોજ થઈ હતી. ગુજરાતી ભોજન પ્રેમીઓમાં આ રેસ્ટોરન્ટ એક આગવું સ્થાન ધરાવે છે.