ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ અવારનવાર તેમની શાનદાર રમતને લઈને સમાચારોમાં સ્થાન મેળવતી હોય છે પરંતુ આજે ફરી એકવાર સાયના નેહવાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ વખતે ચર્ચાનું કારણ તેમની રમત નહીં પણ પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાના નિર્ણયની જાહેરાત છે. ત્યારે આજના લેખમાં આ સ્ટાર ખેલાડીની લાઇફસ્ટાઇલ અને વૈભવી જીવનશૈલી વિશે જાણીશું.
સાયના નેહવાલે ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
ભારતીય બેડમિન્ટન જગતની આ સ્ટાર ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક એવી જાહેરાત કરીકે રમત ગમતની દુનિયામાં અચાનક ખળભળાટ મચી ગયો અને સાયના ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. સાયના નેહવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ પારુપલ્લી કશ્યપ સાથે પરસ્પર સંમતિથી અલગ થવાના નિર્ણયની જાહેરાત કરતા આ સ્ટાર ખેલાડી હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ સમાચાર વહેતા થતાજ હવે આ ખેલાડીના વૈભવી જીવન વિશે પણ લોકો વાતો કરી રહ્યા છે.
સાયના નેહવાલની કરોડોની નેટવર્થ
ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ રમત ગમતની સાથે આર્થિક કમાણીમાં પણ ખૂબ આગળ છે. ભારતીય રમત જગતમાં બેડમિન્ટનને એક અલગ ઊંચાઈ પર લઈ જનાર આ સ્ટાર ખેલાડીની કુલ નેટવર્થ 35 થી 40 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નામચીન સ્પોર્ટ બ્રાન્ડ સાથે સાયના નેહવાલ જોડાયેલી છે અને ઘણી મોટી મોટી કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. આમ બ્રાન્ડ જાહેરાતો અને પ્રમોશનલ માર્કેટિંગ માંથી સાયના નેહવાલ કરોડોની આવક મેળવી રહી છે.
સાયના જીવે છે વૈભવી જીવન
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ હૈદરાબાદ ખાતે રહે છે અને ત્યાં સ્થાયી મિલકતોમાં એક વૈભવી બંગલાની માલિક છે જેની હાલની કિંમત કરોડો રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાયના નેહવાલને તેના અગત જીવનમાં લક્ઝરી કારનો પણ ખુબજ શોખ છે. સાયના પાસે લક્ઝરી કારનું એક સારું એવું કલેક્શન છે જેમાં BMW, Mercedes અને Mini Cooper જેવી શાનદાર કારનો સમાવેશ થાય છે. સાયના તેના અંગત જીવનમાં એક સફળ બિઝનેસ વુમન પણ રહી છે.
સ્ટાર સાયના છે સફળ બિઝનેસ વુમન