ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સ હવે તેમના અંતિમ તબક્કામાં છે. શનિવાર 1 ઓગસ્ટ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક સાબિત થઈ શકે છે. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, જુડો, પેરા-એથ્લેટિક્સ, ટ્રેક સાયકલિંગ અને લોન બાઉલમાં ભાગ લેશે. સૌથી વધુ ધ્યાન બોક્સિંગ પર કેન્દ્રિત રહેશે, જ્યાં રેકોર્ડ 10 ભારતીય બોક્સર ગોલ્ડ મેડલ સ્પર્ધામાં ભાગ લેશે. આ અત્યાર સુધીની ભારતની સૌથી સફળ કોમનવેલ્થ ગેમ્સ બોક્સિંગ ઝુંબેશ રહી છે. બધા 10 ભારતીય બોક્સરોએ સેમીફાઈનલ જીતીને ઓછામાં ઓછો એક સિલ્વર મેડલ મેળવ્યો છે, અને હવે તેઓ ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.
નરેન્દ્ર બરવાલ સિલ્વર મેડલ જીત્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર નરેન્દ્ર બરવાલને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. પુરુષોની 90+ કિગ્રા વજનની ફાઈનલમાં નરેન્દ્ર બરવાલનો ઈંગ્લેન્ડના ડામર થોમસ સામે સર્વાનુમતે નિર્ણયથી 5-0થી પરાજય થયો. નરેન્દ્ર બરવાલ ગોલ્ડ મેડલથી ચૂકી ગયો હોવા છતાં તેણે સિલ્વર મેડલ જીત્યો. ગ્લાસગોમાં ભારતીય બોક્સરોનું શાનદાર પ્રદર્શન રહ્યું. ભારતે આ વર્ષે કુલ 10 મેડલ જીત્યા, જેમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વરનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર બરવાલની મેચ શરૂ
ભારતીય બોક્સર નરેન્દ્ર બરવાલની મેચ શરૂ થઈ ગઈ છે. પુરુષોની 90+ કિગ્રા ફાઈનલમાં નરેન્દ્ર બરવાલનો મુકાબલો ઈંગ્લેન્ડના ડામર થોમસ સામે થશે. આ ભારતનો અંતિમ બોક્સિંગ મુકાબલો છે. ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે.
લોન બોલમાં ભારતને મળી હાર
ભારતને લોન બોલમાં હારનો સામનો કરવો પડ્યો. મહિલા સિંગલ્સ સેક્શન C ના પાંચમા રાઉન્ડમાં નયનમોની સૈકિયા સાઉથ આફ્રિકાની બ્રિજેટ હર્સેલમેન સામે ટાઈબ્રેકમાં 1-0 થી હારી ગઈ. મેચ 1-1 થી બરાબર રહી અને નયનમોની ટાઈબ્રેક દ્વારા હારી ગઈ. આમ નયનમોની સેમીફાઈનલમાં આગળ વધવામાં નિષ્ફળ રહી.
અંકુશ પંઘાલે જીત્યો ગોલ્ડ
ભારતીય બોક્સરોએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. ભારતના અંકુશ પંઘાલે પુરુષોની 80 કિગ્રા કેટેગરીમાં રોમાંચક ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો. અંકુશે 2025 વર્લ્ડ બોક્સિંગ કપના ગોલ્ડ મેડલ વિજેતા ઈંગ્લેન્ડના ડી. શિટ્ટુને 4-1થી એકતરફી વિભાજીત નિર્ણયથી હરાવ્યો.
અંકુશ પંઘાલની મેચ શરૂ
ભારતીય બોક્સર અંકુશ પંઘાલનો અંતિમ મુકાબલો શરૂ થઈ ગયો છે. પુરુષોની 80 કિગ્રા કેટેગરીમાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડના ડિમેઝી શિટ્ટુ સામે થશે.
હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સમાં 'ભારત માતા કી જય'ના લગાવ્યા નારા
કોમનવેલ્થ ગેમ્સ 2026માં 10 માં દિવસે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મેચ જોવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સમાં 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા. આ સિવાય હર્ષ સંઘવીએ કહ્યું કે મને ખાતરી છે કે તમે બધા પ્રસરી ગયેલી જબરદસ્ત જીવંતતા અને ઉત્સાહ જોઈ શકશો, તે ચોક્કસ એક ક્ષણ હતી. આ સિવાય ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેડલ વિજેતાઓને મેડલ પણ આપ્યા હતા.
https://twitter.com/sanghaviharsh/status/2083575798578229724
સચિને ગોલ્ડ મેડલ જીત્યો
સચિન સિવાચે શાનદાર પ્રદર્શન સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સચિને પુરુષોની 60 કિગ્રા કેટેગરીની ફાઈનલમાં નામિબિયાના ટ્રાયગેન મોર્નિંગ નદેવેલોને 3-2ના વિભાજીત નિર્ણયથી હરાવ્યો હતો. સચિન મેચની શરૂઆતથી જ પાછળ હતો, પરંતુ છેલ્લી 10 સેકન્ડમાં તેણે તેના પ્રતિસ્પર્ધીને એક શક્તિશાળી મુક્કો માર્યો. આ મુક્કો એટલો શક્તિશાળી હતો કે ટ્રાયગેન મોર્નિંગ નદેવેલો રિંગમાં પડી ગયો. આનાથી મેચ સચિનના પક્ષમાં થઈ ગઈ અને તે ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો. ભારતે અત્યાર સુધી બોક્સિંગમાં 6 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. બે ભારતીયોને રિંગમાં પ્રવેશવાનું બાકી છે.
સચિન સિવાચે શાનદાર વાપસી કરી
સચિન સિવાચે શાનદાર વાપસી કરીને બીજા રાઉન્ડમાં 3-2થી જીત મેળવી, પરંતુ તેને ચેતવણી આપવામાં આવી અને એક પોઈન્ટ કાપી લેવામાં આવ્યો.
સચિન સિવાચ પહેલા રાઉન્ડમાં હારી ગયો
સચિન સિવાચ ફાઈનલ મુકાબલાના પહેલા રાઉન્ડમાં હારી ગયો. સચિન સિવાચ 3-2 ના માર્જિનથી હાર્યો. હવે બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.
સચિન સિવાચની ફાઈનલ મેચ શરૂ
ભારતના સચિન સિવાચની ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. પુરુષોની 60 કિગ્રા કેટેગરીમાં સચિન નામિબિયાના ટ્રાયગેન મોર્નિંગ નદેવેલોનો સામનો કરશે.
લવલીના બોર્ગોહેને સિલ્વર મેડલ જીત્યો
મહિલાઓની 75 કિલોગ્રામ કેટેગરીમાં લવલીના બોર્ગોહેને સિલ્વર મેડલ જીત્યો. ફાઈનલમાં લવલીનાનો સામનો ઓસ્ટ્રેલિયાની એમ્મા સુ ગ્રીનટ્રી સામે થયો. તેણે વિભાજીત નિર્ણયમાં લવલીનાને 4-1થી હરાવી. મેચ અત્યંત રોમાંચક રહી. બંને ખેલાડીઓએ 1-1 રાઉન્ડ જીત્યો અને ત્રીજા રાઉન્ડમાં એકબીજા પર વળતો હુમલો કર્યો. પરંતુ પરિણામ આખરે એમ્માના પક્ષમાં ગયું, અને લવલીનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ભારતે અત્યાર સુધી બોક્સિંગમાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. 3 ભારતીય બોક્સરોની હજુ સુધી ફાઈનલ મેચ શરૂ થવાની બાકી છે.
લવલીના બોર્ગોહેનનું શાનદાર કમબેક
લવલીના બોર્ગોહેને બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરીને જીત મેળવી. તેણે બીજા રાઉન્ડમાં એમ્મા સુ ગ્રીનટ્રી સામે 4-1થી જીત મેળવી.
લવલીના બોર્ગોહેન પહેલા રાઉન્ડમાં હારી ગઈ
લવલીના બોર્ગોહેન ફાઈનલમાં પહેલા રાઉન્ડમાં હારી ગઈ. એમ્મા સુ ગ્રીનટ્રી સામે વિભાજીત નિર્ણયમાં તે 4-1થી હારી ગઈ. બીજો રાઉન્ડ હવે શરૂ થઈ ગયો છે.
લવલીનાની મેચ શરૂ
ભારતની સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેનની ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. મહિલાઓની 75 કિગ્રા કેટેગરીમાં લવલીના બોર્ગોહેન ઓસ્ટ્રેલિયાની એમ્મા સુ ગ્રીનટ્રી સામે ટકરાશે.
અરુંધતીએ ગોલ્ડ જીત્યો
ભારતીય મહિલા બોક્સર અરુંધતી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. મહિલાઓની 70 કિગ્રા વજનની ફાઈનલમાં અરુંધતીએ ઈંગ્લેન્ડની ચેન્ટેલ રીડને 5-0થી હરાવી.
અરુંધતી બીજા રાઉન્ડમાં જીતી ગઈ
ભારતીય મહિલા બોક્સર અરુંધતી ચૌધરીએ સર્વસંમતિથી બીજા રાઉન્ડમાં જીત મેળવી અને હવે તે ગોલ્ડ મેડલ જીતવાથી એક ડગલું દૂર છે.
જુડોકા હર્ષ બ્રોન્ઝ મેડલ ચૂક્યો
જુડોકા હર્ષ ટોકાસ બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેશિન ઓઈશી સામે હારી ગયા બાદ બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો.
અરુંધતી ચૌધરીની મેચ શરૂ
ભારતીય બોક્સર અરુંધતી ચૌધરીની લડાઈ ચાલુ છે. મહિલા 70 કિગ્રા ફાઈનલમાં અરુંધતીની મેચ ઈંગ્લેન્ડની ચેન્ટેલ રીડ સામે થશે. અરુંધતીએ પ્રથમ રાઉન્ડ 4-1થી વિભાજીત નિર્ણયમાં જીત્યો.
કોમનવેલ્થ ગેમ્સમાં 1 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ
ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં 1 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ બનાવ્યો છે. આ દિવસે ભારતે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાંથી 4 બોક્સિંગમાંથી આવ્યા છે. પ્રીતિ પવાર અને જાસ્મીનએ પહેલા ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ સાક્ષી ચૌધરી અને પ્રિયા ઘંઘાસે હવે ભારતના ગોલ્ડ મેડલમાં વધુ 1 ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. આ સાથે ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા હવે 10 થઈ ગઈ છે.
પ્રિયાએ ગોલ્ડ જીત્યો
ભારતીય બોક્સર પ્રિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયાએ મહિલાઓની 60 કિગ્રા કેટેગરીની ફાઈનલમાં કેનેડાની મેરી બાથેલ અલ અહમદીને 4-1ના વિભાજીત નિર્ણયથી હરાવી હતી. પ્રિયા પહેલો રાઉન્ડ હારી ગઈ હતી, પરંતુ આગામી બે રાઉન્ડમાં જોરદાર વાપસી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ સ્પર્ધામાં અત્યાર સુધી 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે.
પ્રિયાએ બીજા રાઉન્ડમાં જીત મેળવી
પ્રિયાએ શાનદાર વાપસી કરી અને બીજા રાઉન્ડમાં પરિણામ પોતાના પક્ષમાં ફેરવી દીધું, અને બીજા રાઉન્ડમાં 4-1ના વિભાજીત નિર્ણયથી વિજય મેળવ્યો.
પ્રિયા ઘંઘાસની ફાઈનલ મેચ શરૂ
ભારતીય બોક્સર પ્રિયા ઘંઘાસની ફાઈનલ મેચ ચાલી રહ્યો છે. મહિલાઓની 60 કિગ્રા ફાઈનલમાં પ્રિયાની ટક્કર કેનેડાની મેરી બાથેલ અલ અહમદી સામે થશે. પહેલો રાઉન્ડ મેરીના પક્ષમાં ગયો હતો. હવે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.
સાક્ષીએ ગોલ્ડ મેડલ જીત્યો
ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે તેના બોક્સિંગમાં વધુ એક મેડલ સામેલ થયો છે. ભારતની સાક્ષી ચૌધરીએ મહિલાઓના 51 કિલો વજન કેટેગરીમાં ઈંગ્લેન્ડની રૂબી વ્હાઈટને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સર્વસંમતિથી પ્રથમ રાઉન્ડ જીત્યા બાદ, તેણે બીજા રાઉન્ડમાં 4-1થી જીત મેળવી. તેણે ત્રીજા રાઉન્ડમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું અને ગોલ્ડ જીત્યો.
જુડોકા ઉન્નતિ શર્માએ 63 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
જુડોકા ઉન્નતિ શર્માએ મહિલાઓના 63 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ઉન્નતિ શર્માએ બ્રોન્ઝ મેડલ મેચમાં સાઉથ આફ્રિકાની સ્કાય કોનોસ્ટરને હરાવી.
સાક્ષીએ પ્રથમ રાઉન્ડ જીત્યો
સાક્ષીએ પ્રથમ રાઉન્ડ પોતાને નામ કરી લીધો છે. સાક્ષીએ મહિલાઓના 51 કિગ્રા વજન કેટેગરીની ફાઈનલમાં વ્હાઈટ સામેનો પ્રથમ રાઉન્ડ સર્વસંમતિથી જીત્યો હતો. હવે બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.
સાક્ષીની મેચ શરૂ
મહિલા બોક્સર સાક્ષી ચૌધરીની ફાઈનલ મેચ શરૂ થઈ ગયો છે. સાક્ષી મહિલાઓના 51 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લઈ રહી છે. તેની મેચ ઈંગ્લેન્ડની રૂબી વ્હાઈટ સામે થશે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો વાગ્યો ડંકો
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અત્યાર સુધી 30 મેડલ સાથે તાજેતરની મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ, 15 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
https://twitter.com/India_AllSports/status/2083547416834544035
ઉન્નતિ સેમીફાઈનલમાં હારી ગઈ
ઉન્નતિ શર્મા મહિલાઓની 63 કિગ્રા સેમીફાઈનલમાં હારી ગઈ. તેણે ઓસ્ટ્રેલિયાની સાયા મિડલટાઉન સામે હારી ગઈ. તે હવે બ્રોન્ઝ મેડલ મેચમાં ભાગ લેશે.
લોન બોલમાં નિરાશા
કોમનવેલ્થ ગેમ્સ લોન બાઉલ્સ સ્પર્ધામાં ભારતીય જોડી નવનીત સિંહ અને દિનેશ કુમારના પ્રભાવશાળી અભિયાનનો શનિવારે પુરુષોની જોડી સ્પર્ધાના સેક્શન મેચમાં ઈંગ્લેન્ડના નિક બ્રેટ અને જેમી વોકર સામે ટાઈબ્રેકર હાર સાથે અંત આવ્યો.
જુડો રેપચેજ પરિણામો
- હર્ષ ટોકાસે રેપેચેજ રાઉન્ડમાં સમોઆના પેનિયામિના પર્સીવાલે સામે પુરુષોની 81 કિગ્રા મેચ જીતી અને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્રવેશ કર્યો.
- કરણજીત સિંહ માન રેપચેજ રાઉન્ડમાં સ્કોટલેન્ડના સ્કોટ કુસેક સામે હારી ગયા, જેના કારણે તેમનું અભિયાન સમાપ્ત થયું.
જુડો ક્વાર્ટર-ફાઈનલ પરિણામો
- જુડોકા ઉન્નતિ શર્માએ મહિલાઓના 63 કિગ્રા ક્વાર્ટર ફાઈનલમાં ન્યુઝીલેન્ડની કોના ક્રિસ્ટીને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
- હર્ષ ટોકાસ પુરુષોની 81 કિગ્રા કેટેગરીની ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયો હતો. પરંતુ જો તેનો અંતિમ આઠનો પ્રતિસ્પર્ધી, ઓડીસિયસ ફાઈનલમાં પહોંચવામાં સફળ થાય છે, તો તેને રેપચેજ સુધી મેડલની દાવેદારીમાં રહેવાની તક મળશે.
ભારતે 8 ગોલ્ડ મેડલ જીત્યા
ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત હાલમાં મેડલ ટેબલમાં છઠ્ઠા નંબરે છે.
- મીરાબાઈ ચાનુ - મહિલા 48 કિગ્રા વજન ઉપાડનાર
- શર્મિલા ધનખર - પેરા એથ્લેટિક્સ (મહિલા શોટ પુટ F57)
- દિલીપ મહાદુ ગાવિત – પેરા એથ્લેટિક્સ (પુરુષોની 100 મીટર T47)
- અસ્મિતા ડે - જુડો (મહિલા 48 કિગ્રા)
- હર્ષ સિંહ - જુડો (પુરુષોનો 60 કિગ્રા)
- પ્રીતિ પવાર - બોક્સિંગ (મહિલા 54 કિગ્રા)
- જાસ્મીન લેમ્બોરિયા - બોક્સિંગ (મહિલા 57 કિગ્રા)
- સોમન રાણા - પેરા શોટ પુટ
પેરા શોટ પુટમાં બે મેડલ
પેરા એથ્લેટિક્સમાં ભારતે બેવડી સફળતા મેળવી છે. ભારતના સોમન રાણાએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને શુભમ જુયાલે સિલ્વર મેડલ જીત્યો છે. સોમને 13.40 મીટરના બેસ્ટ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જુયાલે 13.28 મીટરના પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. સોમનનો પહેલો પ્રયાસ 13.38 મીટરનો હતો જે ગોલ્ડ જીતવા માટે પૂરતો હતો. પરંતુ તેને બીજા પ્રયાસમાં 13.40 મીટરનો પ્રયાસ કર્યો જે ફાઈનલમાં તેનો બેસ્ટ પ્રયાસ હતો. શુભમનો બેસ્ટ સ્કોર તેના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં આવ્યો. સોમન રાણાનો ગોલ્ડ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આઠમો ગોલ્ડ મેડલ છે.
જદુમણિએ સિલ્વર મેડલ જીત્યો
કોમનવેલ્થ ગેમ્સમાં જદુમણિ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. પુરુષોની 55 કિગ્રા કેટેગરીની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ઝાઈ ડિક્સન સામે સર્વસંમતિથી થયેલા નિર્ણયમાં જદુમણિ 0-5થી હારી ગયા હતા. જદુમણિએ પ્રથમ રાઉન્ડમાં વિભાજીત નિર્ણયમાં જીત મેળવી હતી, પરંતુ ડિક્સને આગામી 2 રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો. જદુમણિ પહેલા પ્રીતિ અને જાસ્મિનએ બોક્સિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જદુમણિના સિલ્વર મેડલ બાદ ભારતે હવે બોક્સિંગમાં 3 મેડલ જીત્યા છે.
કરણજીત સિંહ ક્વાર્ટર ફાઈનલમાં
ભારતીય જુડોકા કરણજીત સિંહ માન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. કરણજીતે પુરુષોની 90 કિગ્રા કેટેગરીના રાઉન્ડ ઓફ 16માં ન્યુઝીલેન્ડના એલિયટ કોનોલીને હરાવ્યો હતો.
ટ્રેક સાયકલિંગમાં નિરાશા
ટ્રેક સાયકલિંગમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો, તેના કોઈપણ રાઈડર્સ પુરુષોની સ્પ્રિન્ટમાં ક્વોલિફાઈંગ રાઉન્ડથી આગળ વધી શક્યા નહીં. ડેવિડ બેકહામ, રોનાલ્ડો સિંહ અને રોહિત સિંહ પુરુષોની સ્પ્રિન્ટ ઈવેન્ટ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ ગયા, ટોપ 16 ની બહાર રહ્યા અને આગલા રાઉન્ડમાં આગળ વધવામાં નિષ્ફળ ગયા.
જુડોકા ઉન્નતિ હુડ્ડા ક્વાર્ટર ફાઈનલમાં
જુડોકા ઉન્નતિ હુડ્ડા મહિલાઓના 63 કિગ્રા વર્ગના રાઉન્ડ ઓફ 16માં લામુલેલા માગાગુલાને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ.
ટ્રિપલ જમ્પમાં ભારતને વધુ બે મેડલ મળ્યા
ભારતે પુરુષોના ટ્રિપલ જમ્પમાં વધુ બે મેડલ જીત્યા. પ્રવીણ ચિત્રાવલે 16.58 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો. ભારત તરફથી સેલ્વા પ્રભુએ પણ 16.52 મીટરના બેસ્ટ પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ટ્રિપલ જમ્પ માટે એક ઐતિહાસિક પ્રસંગ છે. પ્રવીણે પહેલા પણ મેડલ જીત્યા છે, પરંતુ સેલ્વાએ પણ જોરદાર લડાઈ આપી હતી. ઝામ્બિયાના જોર્ડન સ્કોટે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેનો બેસ્ટ પ્રયાસ 16.72 મીટરનો હતો.
જાસ્મીને પણ ગોલ્ડ જીત્યો
પ્રીતિ પવાર પછી ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. બોક્સિંગમાં આ ભારતનો બીજો અને એકંદરે સાતમો ગોલ્ડ મેડલ છે. જાસ્મીને મહિલાઓના 57 કિગ્રા વજન કેટેગરીમાં ઉત્તરી આયર્લેન્ડની માઈકેલા વોલ્શને સર્વાનુમતે 5-0થી હરાવી.
પ્રીતિ પવારે ગોલ્ડ મેડલ જીત્યો
ભારતની પ્રીતિ પવારે બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે મહિલાઓની 54 કિગ્રા વજન કેટેગરીની ફાઈનલમાં કેનેડાની સ્કારલેટ ડેલગાડોને સર્વાનુમતે હરાવી. 5 જજોએ પ્રીતિને 3 રાઉન્ડમાં દરેકમાં 10 પોઈન્ટ આપ્યા, એટલે કે તેણે મેચ 5-0થી જીતી.
